Site icon Revoi.in

તમિલનાડુના કોઈમ્બતુરમાં ભાજપના કાર્યાલય ઉપર પેટ્રોલ બોમ્બથી હુમલો

Social Share

બેંગ્લોરઃ દક્ષિણ ભારતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પીએફઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુના કોઈમ્બતુરમાં ભાજપના કાર્યાલય ઉપર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કોઈમ્બરતુરમાં ભાજપના કાર્યાલવ ઉપર અજાણ્યા શખ્સોએ પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. પીએફઆઈ વિરુદ્ધ કાર્યવાહીને પગલે આ હુમલો થયાનું ભાજપના સ્થાનિક નેતાઓ માની રહ્યાં છે. ભાજપના કાર્યકરએ જણાવ્યું હતું કે, અમારી ઓફિસ ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ક્રોધે ભરાયેલા ભાજપ કાર્યકર્તાઓએ જોરદાર દેખાવો કર્યા હતા. આ બાદમાં ઘટનાસ્થળે પહોંચી પોલીસે મોરચો સંભાળી લીધો હતો.

ભાજપના કાર્યાલય ઉપર હુમલાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થલ પર દોડી ગયો હતો. તેમજ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.