Site icon Revoi.in

ફાઈઝર, બાયોટેકે હવે 12 વર્ષથી નાના બાળકો પર વેક્સિનનું પરિક્ષણ શરુ કર્યું

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે, તો બીજી તરફ વેક્સિન આપવાનું કાર્ય પણ તેજ બન્યું છે, આ સમદ્ર કોરોના કહેર વચ્ચે હવે અમેરિકન વેક્સિન ઉત્પાદન કરતી કંપની ફાઈઝર ઈન્ક અને બાયોટેક એસઈ દ્વારા બાળકો પર વેક્સિન આપવાનું પરિક્ષણ હાથ ઘરવામાં આવ્યું છે જે હેઠળ 12 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકો પર પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે બાળકોના વેક્સિનેશન માટેની ઉંમર વર્ષ 2022 સુધીમાં એક્સપાન્ડ કરી દેવામાં આવશે. આ સમગ્ર બાબતને લઈને ફાઈઝરના પ્રવક્તા એવા શેરોન કૈસ્ટિલોએ જણાવ્યું હતું કે,કોરોનાની રસીના શરુઆતના ચરણમાં બુધવારના દિવસે પહેલા વોલન્ટિયરને વેક્સિન અપાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આપહેલા મૉડર્નાએ અમેરિકામાં બાળકો પર રસીનું પરિક્ષણ શરુ કર્યું હતું,જેને કિડ કોવિડ નામ આપવામાં આવ્યું છે.આ રસી પરિક્ષણ અભિયાન માટે અમેરિકા અને કેનેડામાં 6 મહિનાથી લઈને 11 વર્ષના કુલ 6 હજારથી વધુ બાળકોના નામ નોંધવામાં આવ્યા છે.

સાહિન-