Site icon Revoi.in

રોડમાં ખાડા કે ખાડામાં રોડ – જામકંડોરણા-ધોરાજી હાઈવે પર અનેક જગ્યાએ ખાડા-ખબડાઓથી લોકો પરેશાન 

Social Share

ધોરાજી: જામકંડોરણાથી ધોરાજી સુધીના 19 કિ.મીના હાઈવે રોડમાં અનેક જગ્યાએ નાના-મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડા ખબડાવાળા રસ્તાથી વાહન ચાલકો તેમજ મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. વળી આ હાઈવે રોડ પરથી જામકંડોરણા તાલુકાના લોકોને દવાખાનાના ઈમરજન્સી કામે ધોરાજી-જુનાગઢ જવા આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ 19 કિ.મી.ના હાઈવે રોડ પરના ખાડાઓ તંત્ર દ્વારા વહેલી તકે બુરી રોડ રીપેરીંગ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે.

સ્થાનિક લોકો દ્વારા તે પણ કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા સારા થશે તો અન્ય પ્રકારની સુવિધાઓ પણ તેમને મળી રહેશે. વધારે ઉમેરતા તેમણે કહ્યું કે રસ્તા સારા હશે તો ક્યારેક ઈમરજન્સી સમયમાં કોઈને દવાખાને પણ પહોંચાડી શકાશે. આ ઉપરાંત વધારે રસ્તા ખરાબ હોવાના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ પણ રહેલી છે.

રસ્તાના કારણે ક્યારેક બાઈક સવારનું બેલેન્સ બગડ્યુ અને મોટો અકસ્માત સર્જાયો તો તે માટે જવાબદાર કોણ રહેશે.. આ પ્રકારના સવાલ અત્યારે સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે.