1. Home
  2. Tag "dhoraji"

ધોરાજીમાં મોહરમના તાજિયા વીજ લાઈનને અડી જતાં 26 લોકોને લાગ્યો વીજળી કરંટ, બેનાં મોત

રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમના તાજીયા જુલુસનું આયોજન કરાયું હતું ત્યારે શહેરના રસુલપરામાં તાજિયાના જુલૂસમાં તાજિયા વીજલાઈન સાથે અડી જતાં 26 લોકોને વીજકરંટ લાગ્યો હતો, જેમાં દાઝેલા 26 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 24 લોકોમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય […]

રાજકોટના ધોરાજીમાં ઉનાળાના આગમન ટાણે તંત્રની નિષ્કાળજીને લીધે પાણીની સમસ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થાય એટલે પાણીની રામાયણ સર્જાતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામેગામ નર્મદાનું પાણી અપાતું હોવાથી ઘણી રાહત થઈ છે, પરંતુ તંત્રના વાંકે પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. ધોરાજી શહેરમાં ઉનાળોના પ્રારંભે જ પાણીની સમસ્યા ઊભી થઈ છે. ધોરાજી શહેરની બાજુમાં ફોફળ અને ભાદર ડેમ આવેલા છે જેમાં પાણીનો જથ્થો પણ […]

ધોરાજી તાલુકામાં ખનીજચોરો સામે ખાણ વિભાગના દરોડા, 24 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પણ ખનીજચોરીનું દુષણ વકરી રહ્યું છે. તમામ નદીઓમાં રેતીની ચોરી તેમજ સરાકરી પડતર જમીનોમાં પણ પથ્થર અને માટીની બેરોકટોક ચોરી થાય છે. પોલીસથી લઈને ખાણ ખનીજ વિભાગ તેમજ જિલ્લાના તંત્રની નિષ્ક્રિયતા પણ જવાબદાર છે. ધોરાજી તાલુકામાં ખનીજ ચોરી બેરોકટોક થઈ રહ્યાની ફરિયાદો ઊઠ્યા બાદ ખાણ વિભાગના અધિકારીઓએ ભાદર નદીમાંથી રેતીચારી સામે દરોડા પાડીને […]

ધોરાજી નજીક ભાદર નદીની દુષિત કેનાલને સાફ કરવા ખેડુતોએ સ્વયંભૂ આદરી ઝૂંબેશ

રાજકોટઃ જિલ્લાના ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દુષિત છે. કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું છે. કેનાલનું પાણી એટલું દુષિત છે કે પિયત માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. કેનાલમાં  ઉગી નીકળેલું ઘાસ  અને કચરાને લીધે કેનાલ ઊભરાઈ રહી છે. પણ સિંચાઈ વિભાગના અધિકારીઓને એ નથી દેખાતું. જેના કારણે ધોરાજી […]

ધોરાજી અને ઉપલેટાને રેલવે દ્વારા કરાતો અન્યાય, માત્ર એક જ વીકલી ટ્રેનથી પ્રવાસીઓને પડતી અગવડ

રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્રને પ્રવાસીઓની માગ મુજબ પુરતી ટ્રેનો ફાળવવામાં આવતી નથી. જેમાં ધોરાજી અને ઉપલેટા વિસ્તારના  મુસાફરોને પૂરતી ટ્રેન સુવિધાઓ મળી રહે તે માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં  આજ દિવસ સુધી લોકોની રજુઆતોને ન્યાય મળ્યો નથી. ધોરાજી અને ઉપલેટાના લાંબા અંતરની ટ્રેનોનો પુરતો લાભ મળતો નથી.  એટલું જ નહીં ધોરાજી-ઉપલેટાથી રોજિંદા […]

ધોરાજી વિસ્તારમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતના ઉપદ્રવથી ખેડુતો ચિંતિત બન્યા

ધોરાજીઃ રાજકોટ જિલ્લામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. સમયાંતરના વરસાદને કારણે જિલ્લામાં કપાસ અને મગફળીનો પાક સારોએવો ફાલ્યો છે. અને સારી ફસલને લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ બ્નયા છે. ત્યારે જિલ્લામાં અને ખાસ કરીને ધોરાજી તાલુકામાં મગફળીના પાકમાં મુંડીયા નામની જીવાંતના ઉપદ્રવથી ખેડુતો ચિંતિત બન્યા છે. દવાનો છંટકાવ કરવા છતાં જીવાંતનો નાશ થયો નથી. આથી […]

ધોરાજીમાં બેન્કના કેશિયરે 20 ખાતેદારોની બોગસ સહી કરીને 71 લાખની કરી ઉચાપત

રાજકોટઃ  જિલ્લાની કો-ઓપરેટિવ બેન્કના વાડોદર ગામની શાખાના કેશિયરે 20 જેટલા ખાતેદારની બોગસ સહીઓ કરી ચેક પોતાના અને પોતાના સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને રૂા. 71.43 લાખની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બેન્કના કેશીયરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જેતપુરના અભિષેકનગરમાં રહેતા જિલ્લા બેન્કની મેઇન શાખામાં ફરજ બજાવતા ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ ભીખાભાઇ […]

યુક્રેન-રશિયાના કારણે રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થતા ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ મુશ્કેલીમાં

રાજકોટઃ ધોરાજીમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારા પ્લાસ્ટિક ઉદ્યોગ -રો મટિરીયલ્સમાં ભાવ વધતા ઉદ્યોગકારોને માઠી અસર થઈ છે. યુક્રેન અને રશિયાનુ જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની અસરમાં પ્લાસ્ટિકના રો – મટિરીયલમા ભાવ વધારો થતા પ્લાસ્ટિક કારખાનેદારોની ચિંતામા વધારો થયો છે. એક બાજુ કોરોના કાળમા ધંધા, વેપારમાં હાલાકી થઈ ત્યાર બાદ હાલ ધોરાજી વેસ્ટમાંથી બેસ્ટ કરતા ધોરાજી […]

ધોરાજીમાં ઝઘડતા જુથોને ટપારતા બે પોલીસ જવાનોને લોકોએ માર મારતા સિવિલમાં ખસેડાયા

ધોરાજીઃ શહેરમાં રેલવે સ્ટેશન પાસે બે જૂથો ઝઘડી રહ્યા હતા. આથી કોઈએ પાલીસને જાણ કરાતા બે પોલીસ જવાનો દોડી આવ્યા હતા. અને ઝઘડતા શખસોને છૂટા પાડવાના પ્રયાસો કરતા કેટલાક લોકો પોલીસના બે જવાનો પર તૂટી પડ્યા હતા.પોલીસના બે કર્મચારીને માર મારતા કાન, હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આથી બંનેને સારવાર માટે ધોરાજી […]

ધોરાજીના પ્લાસ્ટિક રિસાઇકલના 50 ટકા કારખાના બંધ થતા 7 હજાર કામદારો બેકાર બન્યાં

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કાળ દરમિયાન ઉદ્યોગ-જગતને સારી એવું સહન કરવું પડ્યુ છે. એમાં યે  છેલ્લા 2 વર્ષથી ઘણા ઉદ્યોગોની હાલત કફોડી બની છે. દેશના પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરતા ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગની હાલત કથળી ગઈ છે.  આ ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો કામદારો પણ બેરોજગાર બની રહ્યા છે. ધોરાજીમાં પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને તેમાંથી અનેક વિવિધ વસ્તુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code