1. Home
  2. Tag "dhoraji"

ધોરાજીમાં ઉબડ-ખાબડ માર્ગો, અને ગટરો ઊભરાવવાની સમસ્યા, લોકોએ વિરોધ કર્યો

રાજકોટઃ   જિલ્લાના ધોરાજી શહેરમાં ઉબડ-ખાબડ બિસ્માર માર્ગોના  કારણે વાહનચાલકો અને લોકોની હાલત ભારે કફોડી બની છે. ખરાબ રસ્તાના કારણે તંત્ર સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે શહેરના રામપરા વિસ્તારના લોકોએ રસ્તા વચ્ચે બેસીને રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે, દાયકાઓ બાદ પણ રામપરા વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત છે. રસ્તાઓની હાલત એટલી હદે […]

રોડમાં ખાડા કે ખાડામાં રોડ – જામકંડોરણા-ધોરાજી હાઈવે પર અનેક જગ્યાએ ખાડા-ખબડાઓથી લોકો પરેશાન 

હાઇવે પર મસ મોટા ખાડા લોકો થયા હેરાન-પરેશાન રોડ રિપેરિંગની ઉઠી માંગ ધોરાજી: જામકંડોરણાથી ધોરાજી સુધીના 19 કિ.મીના હાઈવે રોડમાં અનેક જગ્યાએ નાના-મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડા ખબડાવાળા રસ્તાથી વાહન ચાલકો તેમજ મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. વળી આ હાઈવે રોડ પરથી જામકંડોરણા તાલુકાના લોકોને દવાખાનાના ઈમરજન્સી કામે ધોરાજી-જુનાગઢ જવા આવવા માટે ભારે […]

ધોરાજીમાં રખડતા પશુઓથી લોકો પરેશાન, આખલાંઓ રોજ અનેક લોકોને અડફેટે લે છે

ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તે રખડતા આખલાઓ અને રખડતા પશુઓથી  લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.  શહેરની નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ના હોવાને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધોરાજીના મુખ્ય માર્ગો રખડતા પશુઓનો અડ્ડો બની ગયા છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ચૂકી છે. શહેરનો ગેલેક્સી ચોક […]

ધોરાજીમાં કપાસની અને જામજોધપુર યાર્ડમાં મગફળીની ધૂમ આવક

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાની કૃપા સારીએવી રહી છે. તેના લીધે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. મગફળીની જેમ કપાસનું ઉત્પાદન પણ સારું થયુ  છે ત્યારે તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી થઇ રહી છે,  કપાસની આવક 1200  ગાંસડીથી શરૂ થઇ હતી અને હાલ રોજની 300  ગાંસડી જેટલી આવક […]

રાજકોટના ધોરાજી પંથકમાં સતત વરસાદને લીધે ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ખેડુતોની કફોડી સ્થિતિ

રાજકોટઃ  જિલ્લાના ધોરાજીમાં પડેલા ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ  ગયો છે. છેલ્લા બે વર્ષથી ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રો સતત નુકસાનીની માર સહન કરી રહ્યાં છે. ખેડૂતોને સતત બે વર્ષથી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. લોક ડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ પરિવહન સેવા બંધ હતી. જેને લઇ અને ખેડૂતોનો માલ ગોડાઉનમાં પડી રહ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code