Site icon Revoi.in

પીએમએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હી:ભારતના ચેમ્પિયન બોક્સરના 19 વર્ષના પુત્રએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં કમાલ કરી દીધી છે.જેરેમી લાલરિનુંગાએ વેઇટલિફ્ટિંગમાં મેંસ 67 કિગ્રામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય જેરેમીએ બર્મિંગહામમાં કુલ 300 કિલો વજન ઉપાડ્યું હતું.આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, વડાપ્રધાનએ કહ્યું;

“આપણી યુવા શક્તિ ઈતિહાસ રચી રહી છે! @raltejeremyને અભિનંદન, જેમણે તેમની પ્રથમ જ CWGમાં ગોલ્ડ જીત્યો છે અને CWGનો અસાધારણ રેકોર્ડ પણ બનાવ્યો છે. નાની ઉંમરે તેમણે અપાર ગૌરવ અને કીર્તિ પ્રાપ્ત કરી છે. તેમને ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. .”