Site icon Revoi.in

શ્રીલંકામાં આર્થિક સંકટ અને ભીષણ હિંસા વચ્ચે પીએમ મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું

Social Share

દિલ્હી:શ્રીલંકા તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ઈમરજન્સી લાગુ છે. શ્રીલંકામાં ઈમરજન્સી વચ્ચે રાજકીય સંકટ ઉભું થયું છે.મહિંદા રાજપક્ષેએ શ્રીલંકાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે.

મહિંદા રાજપક્ષે પછી તેમની કેબિનેટમાં આરોગ્યમંત્રી પ્રોફેસર ચન્ના જયસુમનએ પણ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ટાપુ દેશમાં આર્થિક કટોકટી પર વિરોધ દરમિયાન હિંસક અથડામણો પછી વડા પ્રધાન અને આરોગ્ય મંત્રી તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.રાજધાની કોલંબોમાં સોમવારે આર્થિક સંકટને લઈને વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.

આર્થિક સંકટને લઈને મહિંદા રાજપક્ષેના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મહિંદા રાજપક્ષેના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 16 લોકો ઘાયલ થયા હતા.રાજધાની કોલંબોમાં હિંસા ફાટી નીકળ્યા બાદ શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ વિપક્ષી દળો પણ પીએમના રાજીનામા અને સંયુક્ત સરકારની માંગ સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.