Site icon Revoi.in

પીએમ મોદી એ ‘વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટ’ને વર્ચ્યુઅલ રીતે  સંબોધિત કરી, જાણો તેમણે કહેલી વાતોના કેટલાક અંશો

Social Share

 

દિલ્હી – પીએમ મોડી એ આજરોજ શુક્રવારે વર્ચ્યુઅલ રીતે  ‘વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ને સંબોધિત કરી  હતી,ભારત દ્વારા આયોજિત ગ્લોબલ સાઉથ સમિટનું સંગઠન શરૂ થયું છે. G-20ની યજમાની કર્યા બાદ આ કોન્ફરન્સને ભારતની કૂટનીતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બીજા વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન, તેમણે કહ્યું કે જ્યારે ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં G-20 નું અધ્યક્ષપદ સંભાળ્યું હતું, ત્યારે તેણે નક્કી કર્યું હતું કે ગ્લોબલ સાઉથના દેશોના અવાજને પ્રોત્સાહન આપવું એ અમારી પ્રાથમિકતા હશે.

આ  દરમિયાન  વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ’ 21મી સદીની બદલાતી દુનિયાને પ્રતિબિંબિત કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. આ વખતે G20 એ જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે નાણાં આપવા માટે નોંધપાત્ર ગંભીરતા દર્શાવી છે. અમે 100 થી વધુ દેશો છીએ પરંતુ અમારી પ્રાથમિકતાઓ સમાન છે. 

વધુમાં તેમણે કહ્યું કે તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં G-20 નું પ્રમુખપદ સંભાળ્યું હતું, ત્યારે અમે ગ્લોબલ સાઉથના દેશોના અવાજને વિસ્તૃત કરવાને અમારી પ્રાથમિકતા ગણી હતી. આ સાથે ભારતનું માનવું છે કે નવી ટેક્નોલોજી ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું અંતર વધારવાનો નવો સ્ત્રોત ન બનવી જોઈએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આપણે બધા જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ એશિયા ક્ષેત્રની ઘટનાઓથી નવા પડકારો ઉભરી રહ્યા છે. ભારતે ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમે પણ સંયમ રાખ્યો છે. અમે સંવાદ અને કૂટનીતિ પર ભાર મૂક્યો છે. અમે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં નાગરિકોના મૃત્યુની પણ સખત નિંદા કરીએ છીએ.
આ સાથે જ પીએમ મોદીએ આ  સમિટમાં પાંચ ‘C’ – પરામર્શ, સંચાર, સહકાર, સર્જનાત્મકતા અને ક્ષમતા નિર્માણના માળખા હેઠળ સહકાર માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક સમૃદ્ધિ માટે દરેકનો સહયોગ અને દરેકનો વિકાસ જરૂરી છે. પરંતુ આપણે બધા જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ એશિયા ક્ષેત્રની ઘટનાઓથી નવા પડકારો ઉભા થઈ રહ્યા છે. ભૌગોલિક રીતે, ગ્લોબલ સાઉથ હંમેશા રહ્યું છે, પરંતુ આવો અવાજ પહેલીવાર મળી રહ્યો છે. આપણા બધાના સંયુક્ત પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે.
Exit mobile version