Site icon Revoi.in

PM મોદીએ રાજભવનમાં CM સાથે દોઢ કલાક ચર્ચા કર્યા બાદ સંગઠનના નેતાઓને પણ મળ્યા

Social Share

અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ આજે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.  ત્યારે ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલબેનિઝએ પણ હાજરી આપી હતી. બન્ને દેશના PMની ઉપસ્થિતિમાં ટૉસ થયો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતીને પહેલાં બેટિંગ લીધી છે. બન્ને મહાનુભાવોએ સાથે બેસીને ક્રિકેટ મેચ નિહાળ્યા બાદ તૈયાર કરેલા રથમાં સવાર થઈને સ્ટેડિયમમાં ફરીને પ્રેક્ષકોનું અભિવાદન કરીને બન્ને દેશના વડાપ્રધાન સ્ટેડિયમ ખાતેથી રાજભવન જવા રવાના થયા હતા. જ્યા બન્ને મહાનુભાવોએ સાથે સેલ્ફિ પણ લીધી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરોન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે દોઢ કલાક ગુપ્ત બેઠક કરી હતી. ત્યારબાદ સરકાર અને સંગઠનના પાટિલ સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રલિયાના વડા પ્રધાન એન્થોની અલબેનિઝે અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં એકસાથે બેસીને ક્રિકેટ મેચ નિહાળ્યા બાદ બન્ને મહાનુભાવો ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા. જ્યાં સાથે સેલ્ફિ લઈને એન્થોનીએ વિદાય લીધી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રાજભવનમાં દોઢ કલાક ગુપ્ત બેઠકો કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સાથેની પણ બેઠક પૂર્ણ થઈ હતી. બંને  વડાપ્રધાનને મળી રાજભવનથી નીકળ્યા હતા. ત્યારબાદ ગુજરાતના અનેક સિનિયર આઈએસ અધિકારીઓને પણ વડાપ્રધાને રાજભવનમાં બોલાવ્યા હતા. ત્યારે  રાજભવનમાં સરકાર અને સંગઠન સાથે PM મોદીની મહત્વની ગુપ્ત બેઠકોમાં શુ રંધાયુ તે હજી જાણવા મળ્યું નથી. પરતું શું ફરી મોટા ફેરફાર આવવાના આ સંકેત હોવાનીચર્ચા વહેતી થઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સરકાર અને સંગઠનની બેઠક પૂર્ણ થઈ હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર રાજભવનથી રવાના થયા હતા અંદાજે દોઢથી બે કલાક બેઠક ચાલી હતી. ત્યારે સરકાર અને સંગઠનની બેઠક બાદ પીએમની હાજરીમાં અન્ય મહત્વની બેઠકો શરૂ થઈ હતી. જેમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્યસચિવ રાજકુમાર સહિતના સિનિયર અધિકારીઓ રાજભવનમાં જોવા મળ્યા હતા. આ બેઠકોમાં ગુજરાતના વિક્સલક્ષી પ્રોજેક્ટોની સમીક્ષા તેમજ  મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, સાબરમતી રીડેવલપમેન્ટ સહિતના વિષયો પર ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. બોર્ડ નિગમ નિયુક્તિ, રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણ, સંગઠનમાં ફેરબદલ જેવા વિષયો પર વડાપ્રધાને રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હોવાનું માનવું છે.(FILE PHOTO)