Site icon Revoi.in

પીએમ મોદી અને બાંગલાદેશના પીએમ શેખ હસિના 1લી નવેમ્બરે ભારત-બાંગ્લાદેશને જોડતા બે રેલ પ્રોજેક્ટ્સ અને મેગા પાવર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

Social Share

દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશના દેશો સાથે ભારતનો સંબંઘ મજબૂત બન્યો છએ જો બાંગલાદેશની વાત કરીએ તો અહીંના પીએમ શેખ હસિના સાથે પીએમ મોદી સંયુક્ત રીતે કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છએ.

પ્રાપ્ત માહિતી પ્રમાણે 1 લી નવેમ્બરના રોજ પીએમ મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના વર્ચ્યુઅલ રીતે ભારત અને બાંગ્લાદેશને જોડતા બે રેલ પ્રોજેક્ટ્સ અને મેગા પાવર પ્લાન્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.

મળતી માહિતી પ્રમાણે બંને દેશોના વડા પ્રધાનો બાંગ્લાદેશના ખુલના વિભાગના રામપાલ ખાતે સ્થિત 1320 મેગાવોટ મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું સંયુક્તપણે ઓનલાઈન ઉદ્ઘાટન કરશે.15.064 કિમી લાંબા અખૌડા (બાંગ્લાદેશ)-અગરતલા (ત્રિપુરા, ભારત) રેલ લિંક પ્રોજેક્ટ અને 86.87 કિમી લાંબા ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પેસેન્જર અને માલસામાનના આદાનપ્રદાન તરીકે અખૌડા-અગરતલા રેલ્વે પ્રોજેક્ટ શરૂ થવાથી ત્રિપુરા, દક્ષિણ આસામ અને મિઝોરમના લોકોને મોટી રાહત મળશે. કોલકાતા પહોંચવામાં 22 કલાક બાકી છે હવે અહીંના તમામ લોકોને રેલ દ્વારા કોલકાતા જવા માટે 22 કલાકની બચત થશે.

આ પહેલા લોકોને રેલ દ્વારા કોલકાતા જવા માટે ગુવાહાટી થઈને જવું પડે છે અને તેમાં કુલ 38 કલાકનો સમય લાગે છે. ભારતની નાણાકીય યોજના રામપાલ ખાતે $2 બિલિયન 1320 મેગાવોટના મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટ હેઠળ 560 મેગાવોટના બે એકમોમાં સામેલ કરવામાં આવી છે

અખૌરા-અગરતલા રેલ્વે લાઇન ભારતમાં 5.05 કિમી અને બાંગ્લાદેશમાં 10.014 કિમીનો છે. બાંગ્લાદેશના અખાઉડા સ્ટેશનને પશ્ચિમ ત્રિપુરાના નિશ્ચિંતપુર ખાતેના આંતરરાષ્ટ્રીય ઈમિગ્રેશન સ્ટેશન દ્વારા બાંગ્લાદેશ સાથે જોડવામાં આવશે.ઉલ્લેખનીય છે કે . ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાવર કંપની પ્રાઇવેટ લિમિટેડપ્રોજેક્ટ એ ભારતના NTPC અને બાંગ્લાદેશના BPDB વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

આ સહીત આ પ્રોજેક્ટનો ખર્ચ નોડલ એજન્સી તરીકે ભારતની નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. 1,000 કરોડ રૂપિયાના અગરતલા-અખૌરા રેલ્વે પ્રોજેક્ટને જાન્યુઆરી 2010 માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

Exit mobile version