Site icon Revoi.in

પીએમ મોદી અને બાઈડનની બેઠક – કહ્યું, યુક્રેન-રશિયા બન્ને દેશના નેતાઓએ સામસામે આવીને વાત કરવી જોઈએ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસમે સોમનારના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને વર્ચ્યૂઅલ બેઠક યોજી હતી,જેમાં યુક્રેન અને રશિયા સંકટ વચિચે મહત્વના મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી

વોશિંગ્ટનમાં યોજાનારી ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચેની બેઠક પહેલા આ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પીએમએ રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે બંને દેશોના ટોચના નેતાઓએ સીધે સીધી વાત કરવી જોઈએ. પીએમએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સામસામે બેસીને વાત કરવી જોઈએ.

રાષ્ટ્રપતિ બાઈડેન સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું- આજની વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનની સ્થિતિ ઘણી ચિંતાજનક છે. થોડા અઠવાડિયા પહેલા સુધી, 20 હજારથી વધુ ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતા. ઘણી મહેનત બાદ અમે તેમને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યા. જોકે એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો.

તેમણે  વધુમાં કહ્યું કે મેં યુક્રેન અને રશિયા બંનેના રાષ્ટ્રપતિઓ સાથે ઘણી વખત ફોન પર વાત કરી. મેં માત્ર શાંતિ માટે અપીલ કરી નથી, પરંતુ મેં રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરવાનું સૂચન પણ કર્યું હતું. અમારી સંસદમાં પણ યુક્રેનના વિષય પર ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. 

આ સાથે જ યુક્રેનના બુચા શહેરમાં થયેલા નરસંહારનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું- તાજેતરમાં બુચા શહેરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના સમાચાર ખૂબ જ ચિંતાજનક હતા. અમે તેની તાત્કાલિક નિંદા કરી છે અને નિષ્પક્ષ તપાસની માંગણી પણ કરી છે. અમને આશા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીત શાંતિ લાવશે.