Site icon Revoi.in

PM મોદી અને ગૃહમંત્રી શાહે નાગાલેન્ડ અને મેધાલયના લોકોને મતદાન કરવાની કરી અપીલ

Social Share

દિલ્હીઃ- આજે નાગાલેન્ડ અને મેધાલયમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બન્ને રાજ્યના લોકોને મતદાન કરવાની અપીલ કરી છે સાથે જ ગૃહમંત્રી શાહે પણ લોકોને ભર્ષ્ટાચાર મૂક્ત સરકારની પસંદગી કરવાની અપીલ કરી છે.

પીએમે ટ્વીટ કરીને લખ્યું કે, હું મેઘાલય અને નાગાલેન્ડના લોકોને ખાસ કરીને યુવા અને પહેલીવાર મતદારોને આજે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું.

 

તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને રાજ્યના લોકોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, નાગાલેન્ડમાં આજે મતદાન ચાલી રહ્યું છે. હું નાગાલેન્ડની બહેનો અને ભાઈઓને વિનંતી કરું છું કે તે સુનિશ્ચિત કરે કે જે શાંતિ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેમાં કોઈ અડચણ ન આવે. માત્ર શાંતિ જ નાગાલેન્ડને તેની પ્રગતિ અને વિકાસના મુકામ સુધી લઈ જઈ શકે છે.

અમિત શાહે લખ્યું કે, હું મતદારોને અપીલ કરીશ કે રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પસંદ કરો. સ્વચ્છ શાસન એ સુનિશ્ચિત કરશે કે સરકારી યોજનાઓ ગરીબમાં ગરીબ સુધી પહોંચે અને તેમના જીવનમાં સમૃદ્ધિ લાવે.ઉલ્લેખનીય છે કે ત્રિપુરા સહિત બે રાજ્યો માટે મતોની ગણતરી 2 માર્ચે થશે.
Exit mobile version