Site icon Revoi.in

પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે વિસ્થાપનનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી

Social Share

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ દિવસો પર ખાસ લોકોને ક્યારેય યાદ કરવાનું ભૂલતા નથી શહીદ દિવસ હોય કે દેશની સેવાનેલ ગતો કોઈ પણ દિવસ હોય ત્યારે આજરોજ 14 ઓગસ્ટ વિભાજન  વિભાજન દિવસ નિમિત્તે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને નમન કરી તેઓને શ્રદ્ધાંજલી પાઠવી છે.

વિભજન વિભિષિકા સ્મૃતિ દિવસ આજે દેશમાં ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ છે. આ દિવસ વિભાજન દરમિયાન દેશમાં જીવ ગુમાવનારા લોકોને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવ્યો છે. આ દરમિયાન પીએમ મોદી અને અમિત શાહે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.

પીએમ મોદીએ આજના દિવસ પર કહ્યું કે વિભાજન સ્મૃતિ દિવસ એ એવા ભારતીયોને આદરપૂર્વક યાદ કરવાનો પ્રસંગ છે જેમના જીવન દેશના ભાગલામાં બલિદાન થયા હતા. આ સાથે આ દિવસ આપણને એવા લોકોની વેદના અને સંઘર્ષની પણ યાદ અપાવે છે જેમને વિસ્થાપનનો માર સહન કરવાની ફરજ પડી હતી. આવા તમામ લોકોને હું સલામ કરું છું.

ગૃહમંત્રી અમિત શાહે આજના દિવસને યાદ કરી ને કહ્યું કે   1947માં દેશનું વિભાજન એ ભારતીય ઈતિહાસનો અમાનવીય અધ્યાય છે જેને ક્યારેય ભૂલી શકાય  નહી. વિભાજનની હિંસા અને તિરસ્કારે લાખો લોકોના જીવ લીધા અને અસંખ્ય અન્યોને વિસ્થાપિત કર્યા. આજે, ‘ભાગલા વિભિષિકા સ્મારક દિવસ’ પર, હું ભાગલાનો ભોગ બનેલા લાખો લોકોને નમન કરું છું. ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ દેશની યુવા પેઢીને વિભાજન દરમિયાન લોકોએ સહન કરેલી વેદના અને પીડાની યાદ અપાવશે અને દેશવાસીઓને દેશમાં હંમેશા શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે પ્રેરણા આપશે.

Exit mobile version