Site icon Revoi.in

PM  મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ એ અમરનાથ યાત્રાની ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું – દરેક સંભવ મદદ કરવાનું આપ્યું આશ્વાસન

Social Share

દિલ્હી:- વિતેલી દિવસને રાતે  જમ્મુ-કાશ્મીર સ્થિત પવિત્ર યાત્રાધામ અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બની હતી જેમાૈં 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી  છે  હાલ પણ  જ્યારે 40 જેટલા લોકો ગુમ છે.આ ઘટનામાં અનેક તંબુઓ અને સામુદાયિક રસોડા નષ્ટ થઈ ગયા. સાથે જ આ દુર્ઘટનાને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે અને બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ તેને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવશે.

ત્યારે આ ઘટનાને લઈનેપીએમ મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે દરેક શક્ય મદદ પુરી પાડવાનુ આશ્વાસન આપ્યુ છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડાયરેક્ટર જનરલે ‘ મીડ્યાને જણાવ્યું હતું કે આ દળની એક ટીમ પહેલાથી જ અસરગ્રસ્ત વિસ્તારમાં છે અને બુરારી માર્ગ અને પંચતરણીમાંથી એક-એક વધુ ટીમ ત્યાં પહોંચી ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોની મદદ માટે સોનમર્ગ અને અન્ય સ્થળોએ અસ્થાયી હોસ્પિટલો બનાવવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ, શ્રીંગન અને દિલ્હીમાં હેલ્પલાઈન સ્થાપિત કરવામાં આવી છે, ડોક્ચટરોની રજાઓ પણ રદ કરવામાં આવી છે જેથી કરીને તમામ લોકોને પુરી સારવાર મળી રહે.જમ્મુ-કાશ્મીર પ્રશાસને બચાવ કામગીરી માટે અદ્યતન હળવા હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.

આ ઘટનાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ત્યાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે બચાવ અને રાહત કાર્ય પુર ઝડપે ચાલી રહ્યું છે.