Site icon Revoi.in

PM મોદી અને યુએસ પ્રમુખ જો બાઈડેન આવતા મહિને ‘I2U2’ સમિટમાં ભાગ લેશે

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી,યુએસ પ્રમુખ જો બાઈડેન, ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આવતા મહિને યોજાનારી ઓનલાઈન સમિટ ‘I2U2′ માં ભાગ લેશે.વ્હાઇટ હાઉસે મંગળવારે આ જાણકારી આપી.

વ્હાઇટ હાઉસે કહ્યું કે,ચારેય નેતાઓ સમિટ દરમિયાન ખાદ્ય સુરક્ષા કટોકટી અને સહયોગના અન્ય ક્ષેત્રો પર ચર્ચા કરશે.બાઈડેન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે,’I2U2’ નામની ચાર દેશોની ઓનલાઈન સમિટ 13 થી 16 જુલાઈ દરમિયાન બાઈડેનની પશ્ચિમ એશિયાઈ દેશોની મુલાકાત દરમિયાન યોજાશે.

બાઈડેને મંગળવારે પુષ્ટિ કરી કે,તે આવતા મહિને સાઉદી અરેબિયા જશે અને તેના નેતાઓ સાથે મુલાકાત કરશે.બાઈડેન 13 થી 16 જુલાઇ દરમિયાન મધ્ય પૂર્વની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન ઇઝરાયેલ, પશ્ચિમ કાંઠે અને સાઉદી અરેબિયાની મુલાકાત લેશે.