Site icon Revoi.in

પીએમ મોદીએ નાગરિકોને મેરી માટી મેરા દેશ અભિયાનમાં ભાગ લેવા કરી અપીલ

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરી માટી મેરા દેશ અભિયાનની સફળતાની શુભેચ્છા પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે દેશભરની માટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘વાટિકા’ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના આદર્શને સાકાર કરશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહના ટ્વીટના જવાબમાં વડાપ્રધાનએ  X પર પોસ્ટ કર્યું:ખૂબ ખૂબ શુભકામના!મેરી માટી મેરા દેશ અભિયાન આપણી એકતા અને અખંડતાની ભાવનાને વધુ સશક્ત કરનાર છે. મને વિશ્વાસ છે કે,આ હેઠળ દેશભરમાંથી જમા કરવામાં આવેલી એક એવી અમૃત વાટિકાનું નિર્માણ થશે,જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના આદર્શને સાકાર કરશે.આવો,આ અમૃત કળશ યાત્રામાં પોતાની ભાગીદારીની ખાતરી કરો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘મેરી માટી-મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ, વિદેશ રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી અને સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ સહિત ઘણા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે કહ્યું કે આજનો કાર્યક્રમ કંઈક અંશે એક સાંજ જેવો છે, કારણ કે તે એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેમણે કહ્યું કે આગામી અમૃતકાલ અને “સંકલ્પ સે સિદ્ધિ” 15 ઑગસ્ટ, 2047 સુધીમાં ભારતને વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રમાં મોખરે મૂકશે. શાહે જણાવ્યું હતું કે, આપણા સ્વાતંત્ર્ય સેનાનીએ જે ભારતની કલ્પના કરી હતી, તેનું નિર્માણ આગામી 25 વર્ષમાં થશે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં 75 વર્ષમાં ભારતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, પણ તે પર્યાપ્ત નથી. શાહે જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી ગુલામીમાં રહ્યા પછી અને લાખો-કરોડો લોકોના ત્યાગ પછી આપણને આઝાદી મળી છે અને છેલ્લાં 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દરેક ભારતીયને એકત્ર થવાની અને વધારે મહાન ભારતનાં નિર્માણમાં મદદ કરવાની તક આપવામાં આવી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પહેલમાં કેટલાંક કાર્યક્રમોને સંકલિત કર્યા છે અને દરેક ભારતીયને આ પહેલનો ભાગ બનવાની તક પૂરી પાડી છે. તેમણે કહ્યું હતું કે, પોતાની જાતને દેશને પુનઃ સમર્પિત કરવાના હેતુથી 5 કાર્યક્રમો દ્વારા નવી શ્રેણી બનાવવામાં આવી છે. આ કાર્યક્રમો હેઠળ દેશનાં દરેક ગામમાં શિલાલેખો સ્થાપિત કરવામાં આવ્યા છે, દેશના કરોડો નાગરિકોએ ‘પંચ પ્રણ”નો સંકલ્પ લીધો છે, જે ભારતને મહાન બનાવવાનો માર્ગ મોકળો કરશે, અમૃત મહોત્સવની ઉજવણીમાં વસુધાવંદન કાર્યક્રમ હેઠળ 75 વૃક્ષો રોપવામાં આવ્યાં છે અને વીરોનું સન્માન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે, મેરી માટી – મેરા દેશ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશનાં ભવિષ્ય સાથે પોતાને જોડવાનું માધ્યમ છે. શાહે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ પોતાની જાતને દેશને મહાન બનાવવાની પ્રક્રિયાનો હિસ્સો બનાવવાનું માધ્યમ બની શકે તેમ છે અને 25 વર્ષ પછી જ્યારે વર્તમાન પેઢી મહાન ભારતનું નેતૃત્વ કરશે, ત્યારે તેમને મનમાં સંતોષ થશે કે અગાઉની પેઢીએ ખૂબ જ મજબૂત ભારતનું નિર્માણ કરવામાં મદદ કરી હતી.