Site icon Revoi.in

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ માટે દેશના લોકોને પોતાના સૂચનો મોકલા કરી અપીલ

Social Share

દિલ્હી – પીએમ મોડી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મંકી બાત કાર્યક્રમ થકી દેશના લોકોને સંબોધિત કરતાં હોય છે ત્યારે આ મહિનાના 26 નવેમ્બરે પ્રસારિત થનાર મંકી બાત કાર્યક્રમ માટે પીએમ મોદી એ લોકો પાસે સૂચનો મંગાવ્યા છે.

 

પીએમ મોદીએ આગામી 26મી નવેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમો માટે વિચારો અને સૂચનો મોકલવા નાગરિકોને અનુરોધ કર્યો છે. સોશિયલ મિડિયા ઉપર પ્રધાનમંત્રીએ નાગરિકોને મન કી બાત માટેના વિચારો અને સૂચનો માય જીઓવી અથવા નમો એપ ઉપર મોકલવા કહ્યું છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “આ મહિનાની #MannKiBaat માટે મોટી સંખ્યામાં ઇનપુટ્સ આવતા જોઈને આનંદ થયો, જે 26મીએ થશે.શેર કરેલી પ્રેરણાદાયી જીવન યાત્રા એ આ પ્રોગ્રામનો સાર છે, જે દરેક એપિસોડને વધુ સમૃદ્ધ અને સમજદાર બનાવે છે.

આ સાથેજ પીએમ મોડી એ  કહ્યું કે, પ્રેરણાદાયક જીવન પ્રસંગો આ કાર્યક્રમના કેન્દ્રમાં રહ્યા છે અને તેના કારણે દરેક કડી વધુ સમૃધ્ધ અને પ્રેરક બને છે.તેમણે આ મહિનાની મન કી બાત માટે મોટી સંખ્યામાં ઇનપુટ્સ આવતા જોઈને ખુશી પણ વ્યક્ત કરી છે.તેમણે એવા લોકોને પણ કે જેમણે હજુ સુધી MyGov અથવા NaMo એપ પર શેર કર્યા નથી તેવા ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી છે.