Site icon Revoi.in

 PM મોદી એ ગણેશ ચતૂર્થીના પર્વ પર પરંપરાગત વસ્ત્રમાં  ગણપતિ બપ્પાની કરી આરતી – મંત્રી પીયૂષ ગોયલના ઘરે ગણેશ સ્થાપનામાં આપી હાજરી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસને બુધવારના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ,લોકોએ પોતાના ઘરે વાજતા ગાજતા ગણેશજીનું આગમન કર્યું તે જ સમયે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગણેશજીની પૂજા અર્ચના કરી હતી.

દિવસની શરૂઆતમાં, પીએમ મોદીએ ગણેશ ચતુર્થી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને શુભેચ્છા પાઠવી હતી કે દયા અને ભાઈચારાની ભાવના હંમેશા પ્રબળ રહે. તેણે એક સંસ્કૃત શ્લોક શેર કર્યો અને લખ્યું, “ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણા પર રહે.”

પ્રાપ્ત વિગતો પ્રમાણે પીએમ મોદી વિતેલા દિવસે ગણેશ ચતૂર્થીના પ્રવ પર  કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન ગણેશના આશીર્વાદ લીધા અને આરતી પણ કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદી ટ્રેડિશનલ લૂકમાં નજરે પડ્યા હતા તેમણે કેસરી રંગનો કુર્તા અને સફેદ ધોતી જેનો પરંપરાગત પોષાક ઘારણ કર્યો હતો. આ સાથે જ તેમના ખભા પર તેજસ્વી કેસરી રંગનું ‘અંગવસ્ત્રમ’  વધુ શોભી રહ્યું હતું

આ સાથે જ આરતી પહેલા તેમણે પિયુષ ગોયલના ઘરે એકઠા થયેલા લોકોને પણ  આ પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી ગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી અને ઉદ્યોગપતિ સુનીલ ભારતી મિત્તલ પણ અહી ગણેશ સ્થાપનામાં હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી દેશના દરેક તહેવારો ઉત્સાહભેર મનાવે છે સાથે દેશવાસીઓને તમામ પર્વની શુભેચ્છો પણ પાઠવવાનું ક્યારેય ચૂકતા નથી.

દેશભરમાં આ તહેવાર ખઆસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવતો હોય છે,મહજારો ભક્તો મંદિરો અને ‘ગણેશોત્સવ પંડાલો’માં પ્રાર્થના કરવા ઉમટી પડે છે. દસ દિવસીય ઉજવણી ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે.