દિલ્હીઃ- પદેશના નડાપ્પરધાન નરેન્દ્ર મોદી દેશના અનેક કાર્યક્રમમાં હાજરી આપતા હોય છએ ત્યારે આજ રોજ બુધવારે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-કમ-કન્વેન્શન સેન્ટર સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે.
પ્રાપ્ત વિહત પ્રમાણે પીએમ મોદી ઉદ્ઘાટન માટે ITPO કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. અહીં તેમણે સંકુલમાં પૂજામાં ભાગ લીધો હતો.પીએમ મોદીએ આજે દિલ્હીમાં પુનઃવિકાસિત ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન સંકુલમાં ઉદ્ઘાટનનું હવન કર્યું, જે સપ્ટેમ્બરમાં G20 નેતાઓની બેઠકનું આયોજન કરશે.
દિલ્હીનું પ્રગતિ મેદાન કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખાય છે, ITPO કેમ્પસનો કેમ્પસ વિસ્તાર આશરે 123 એકર છે અને તે ભારતનું સૌથી મોટું MICE સ્થળ છે. ઉદ્ઘાટન સમારોહ સવારે 10 વાગ્યે વડા પ્રધાન મોદી દ્વારા હવન પૂજન સાથે શરૂ થયો હતો અને ત્યારબાદ નિર્માણ કાર્યમાં રોકાયેલા મજૂરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ સહીત પીએમ મોદી આજરોજ સાંજે 6:30 વાગ્યે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ માટે ITPO પરત ફરશે, જ્યાં G20 સ્ટેમ્પ અને સિક્કો જારી કરવામાં આવશે. પીએમ મોદીનું ભાષણ સાંજે 7 વાગ્યેને 5 મિનિટે રાખવામાં આવ્યું છે
આ પ્રસંગને લઈને પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટને લગભગ રૂ. 2,700 કરોડના ખર્ચે રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો હતો. આશરે 123 એકરના કેમ્પસ વિસ્તાર સાથે, IECC કેમ્પસને ભારતના સૌથી મોટા મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કન્વેન્શન્સ અને એક્ઝિબિશન્સ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. સરકારે જાન્યુઆરી 2017માં પ્રગતિ મેદાનના પુનઃવિકાસ માટે ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન ના પ્રસ્તાવને મંજૂર કરીને રાષ્ટ્રીય રાજધાનીમાં વિશ્વ કક્ષાનું IECC સ્થાપવામંજૂરી દર્શાવી હતી.