Site icon Revoi.in

પીએમ મોદી ટ્વિટર પર વિશ્વના સૌથી પ્રભાવશાળી 50 લોકોની યાદીમાં બીજા સ્થાન પર-સચિન તેંડૂલકરને પણ આ યાદીમાં સ્થાન મળ્યું

Social Share

 

દિલ્હીઃ- આપણા દેશના પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જઈ રહી છે,માત્ર ભારતમાં જ નહી વિશ્વભરમાં લોકો પીએમ મોદીની સરહાના કરી રહ્યા છે,ત્યારે તાજેતરમાં જ લોકપ્રિયનેતાઓમાં પીએમ મોદી પ્રથમ સ્થાને રહ્યા હતા ત્યારે હવે કન્ઝ્યુમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાંડવોચનો એક વાર્ષિક સર્વે  જારી કરવામાં આવ્યો છે જેમાં પણ પીએમ મોદીએ પોકાની લોકપ્રિયતા યથાવકત રાખી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે ટ્વિટર પર સૌથી વધુ પ્રભાવશાળી 50 લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા સ્થાને જોવા મળ્યા છે. આ યાદીમાં પ્રથમ નંબરે અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ એ બાજી મારી છે. ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ આ યાદીમાં 35મા સ્થાન પર રહ્યા છે.

બેટ્સમેન તેંડુલકરને 50 પ્રભાવશાળી લોકોની યાદીમાં અમેરિકન અભિનેતા ડ્વેન જોન્સન અને લિયોનાર્ડો ડી કેપ્રિયો અને ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાથી ઉપર સ્થાન આપવામાં આવ્યું છે. સંશોધનમાં તેંડુલકરને તેમના ‘વંચિત લોકો માટે પ્રશંસનીય કાર્ય, તેમનો અવાજ ઉઠાવવા અને યોગ્ય ઝુંબેશ માટેઆગદળ રહેનારા, તેમના પ્રેરિત ચાહકો તેમના કાર્યને અનુસરતા અને તેમના ભાગીદાર બ્રાન્ડ્સથી સંબંધિત પ્રભાવશાળી ઝુંબેશો’ માટે સૂચિમાં સામેલ છે

 

Exit mobile version