Site icon Revoi.in

પીએમ મોદી-બાઈડેનની મિત્રતાથી ભારતને થયા અનેક લાભ, ‘અવકાશ’માં ભારતનો માર્ગ પણ મોકળો થયો

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંધો ખૂબ જ સારા બની રહ્યા છે ખાસ કરીને અમેરિકા સાથેના સંબંધોની જો વાત કરીએ તો અનેક ક્ષેત્રમાં અમેરિકા ભારત સાથે મળીને કામ કરી રહ્યું છે અને આગળ પણ સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી છે ત્યારે હવે પીએમ મોદીની જો બાઈડેન સાથેની મિત્રતા ભારત માટે ખૂબ જ સફળ અને ફાયદાકારક સાબિત થઈ રહી છે.

પીએમ મોદીની મુલાકાતના બીજા દિવસે વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઈડેન વચ્ચેના કરારની મુખ્ય બાબતોમાંની એક યુ.એસ.ના સહયોગથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતનું પ્રથમ મિશન હતું.એટલે કે આ મિત્રતાથી સ્પેસમાં ભારતનો માર્ગ મોકળો બન્યો છે.
રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે અમેરિકા 2024માં એક ભારતીય અવકાશયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જશે. બીજી મહત્વની બાબત એ હતી કે ભારત આર્ટેમિસ કરારમાં જોડાશે. તે કાનૂની વિકલ્પોનું માળખું છે જે મોટા પાયા પર અવકાશ સંશોધનમાં સહકાર માટે માર્ગ મોકળો કરે છે.
આ બાબતે ભારતના અવકાશ અને પીએમઓ મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે પુષ્ટિ કરી છે કે ઈસરોના ગગનયાનને જરૂરી ભંડોળ મળતું રહેશે, નવું ભારત-યુએસ મિશન એ બે અવકાશ ક્ષેત્રના દેશોની સંયુક્ત ક્ષમતાઓની એક મહાન ઉજવણી છે. સિંઘ કહે છે કે ભારત માટે ટેક્નોલોજી નામંજૂરનો યુગ ખરા અર્થમાં સમાપ્ત થઈ ગયો છે, હવે અમે સમાન ભાગીદાર છીએ.
આથી વિશે આ બબાતને લઈને સૂત્રોનું કહેવું છે કે ભારતે પ્રથમ અવકાશયાત્રી કોર્પ્સના ભાગ રૂપે ભારતીય વાયુસેનામાંથી ચાર પુરૂષ પરીક્ષણ પાઇલટ્સની પસંદગી કરી છે, પરંતુ તેમને રશિયન પ્રણાલી અનુસાર પ્રશિક્ષણ આપવામાં આવે છે.આ બાબતને લઈને વધુમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓને તાલીમ આપવા અને રોકેટ રાઈડ માટેનો ખર્ચ દેખીતી રીતે જ ભારત ઉઠાવશે. એક પ્રક્ષેપણનો ખર્ચ રૂ. 200 કરોડથી વધુ થઈ શકે છે. તાલીમ લગભગ છ મહિનામાં પૂર્ણ કરી શકાય છે. અમેરિકન ખાનગી ક્ષેત્ર તાલીમ અને લોન્ચિંગનું સંચાલન કરે છે. જો બધું યોજના મુજબ ચાલે છે, તો સામાન્ય ચૂંટણી પહેલા લોન્ચ થવાની શક્યતાઓ પુરેપુરી દર્શાઈ છે.