Site icon Revoi.in

કુંભમેળા બાબતે પીએમ મોદીએ તોડ્યું મોન – સંત અવધેશાનંદ ગિરીને કહ્યું , ‘હવે મેળો સમાપ્ત કરો’

Social Share

દિલ્હીઃ-દેશમાં કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર બની છે. રોજેરોજના બે લાખ આસપાસ કે તેનાથી વધુ કેસો સામે આવી રહ્યા છે ,વધતા કોરોનાના કેસો વચ્ચે સમગ્ર દેશમાં આઈસોલેશન વોર્ડ, બેડ, ઓક્સિજન અને રેમડિસિવીર ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કુંભ મેળાને લઈને મોન તોડ્યું છે.

વડા પ્રધાન મોદીએ આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી સાથે ફોન પર વાત કરી કુંભમેળાને સમાપ્ત કરવા અપીલ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ટ્વીટ કરીને આ  અંગેની માહિતી  પણ આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ સવારે ટિ્‌વટ કર્યું હતું કે, ‘આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી જી સાથે આજે ​​ફોન પર વાત કરી હતી.દરેક સંતોના સ્વાસ્થ્ય વિશે હાલત જાણી. તમામ સંતો વહીવટને તમામ પ્રકારના સહયોગ આપી રહ્યા છે. મેં આ માટે સંત વિશ્વનો આભાર માન્યો. ”

પીએમ મોદીએ સંતોને કુંભ મેળો હવે સમાપ્ત કરવાની અપીલ કરી છે,પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, મે પ્રાર્થના કરી છે કે, બે શાહી સ્નાન થઈ ચૂક્યા છે,અને હવે કુંભને કોરોના સંકટને જોતા પ્રતીકાત્નક જ રાખવામાં આવે, જેના થકી આ સંકટની લડાઈને એક તાકાત મળશે.

સાહિન-