Site icon Revoi.in

કોરોનાના વધતા કહેરને જોતા પીએમ મોદીએ આજે સાંજે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર મંડળાઈ રહ્યો છે છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ફરી એક વખત કોરોનાના કેસમાં વૃદ્ધી જોવા મળી રહી છે ત્યારે કેન્દ્રની સરકાર પણ આ મામલે ચિંતિત બની છે જેને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે આજે સાંજે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી છે.

જાણકારી પ્રમાણે કોરોનાને લઈને આ બેઠકમાં અનેક મહત્વના  મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે  પીએમ મોદી  આજે એટલે કે બુધવારે એક મહત્વપૂર્ણ બેઠક કરશે. આ દરમિયાન દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના કેસોમાં ઉછાળા વચ્ચે પરિસ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.આ પહેલા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા દર્શાવે છે કે ભારતમાં 1134 નવા કોરોના કેસ નોંધાયા છે.

આ સાથે જ જો હાલમાં સક્રિય કેસોની વાત કરવામાં આવે તો 7 હજાર 026 કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. આ પહેલા કેન્દ્રએ કોરોના સંક્રમણ જે જીલ્લાઓમાં વધી રહ્યું છે તેવા જીલ્લાઓને પત્ર લખીને ચાવચેત રહેવા જણાવ્યું હતું હાલ  દેશમાં દૈનિક હકારાત્મકતા 1.09 ટકા નોંધાઈ હતી, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા 0.98 ટકાજોવા મળે છએેત્યારે આ સ્થિતિ પર નજર રાખવાના આદેશ આ બેઠકમાં આપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે ​​પણ દેશમાં કોરોનાનો એક નવો કેસ ઝડપથી નોંધાયો છે. ગઈકાલની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો થયો છે.