Site icon Revoi.in

પીએમ મોદીએ જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર વાતચીત કરી, અફધાનિસ્તાન સંકટ સહીત ઘણા મુદ્દાઓ પર ચર્ચા  

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ફોન પર વાતચીત કરી હતી.આ  દરમિયાન નેતાઓએ અફઘાનિસ્તાનમાં વધતી સુરક્ષા સ્થિતિ અને પ્રદેશ અને દુનિયા પર તેની અસર અંગે ચર્ચા કરી. તેમણે શાંતિ અને સુરક્ષા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો, જેમાં સૌથી વધુ જરૂરી પ્રાથમિકતા ફસાયેલા લોકોની સ્વદેશ વાપસી છે.

બંને નેતાઓએ દ્વિપક્ષીય એજન્ડાના મુદ્દા પર પણ ચર્ચા કરી, જેમાં કોવિડ-19 રસીમાં સહયોગ, જળવાયુ અને ઊર્જા પર ધ્યાન આપવાની સાથે વિકાસ સહયોગ અને વ્યાપાર તથા આર્થિક સબંધોને પ્રોત્સાહન આપવું સામેલ છે. તેમણે આગામી સીઓપી-26 બેઠક અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષા પર વાતચીતને પ્રોત્સાહન આપવાની ભારતીય પહેલ જેવા બહુપક્ષીય હિતોના મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યુ. તેમણે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સમાવેશી સહયોગને પ્રોત્સાહન આપવા બંને પક્ષો વચ્ચે દૃષ્ટિકોણની સમાનત પર ભાર મૂક્યો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં પણ પીએમ મોદીએ વીડિયો-ટેલિકોન્ફરન્સ દ્વારા જર્મન  ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન પીએમ મોદીએ યુરોપિયન અને વૈશ્વિક સ્તરે મજબૂત નેતૃત્વ પૂરું પાડવામાં ચાન્સેલર મર્કેલની લાંબી ભૂમિકાની પ્રશંસા કરી.

 

 

Exit mobile version