Site icon Revoi.in

PM મોદીએ કુવૈતના નવા બનેલા પ્રધાનમંત્રીને પાઠવી શુભેચ્છાઓ – બન્ને દેશોના સંબંધોને મજબૂત બનાવાની કરી વાત

Social Share

દિલ્હીઃ-  ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્દર મોદી વિશ્વભરના દેશોના નેતાઓ સાથે સારા સંબંધોને લઈને જાણીતા છે,વિશ્વના દેશોમાં જો કોઈ નવા નેતા નિમાય છે તો પીએમ મોદી તેઓને અવશ્ય શુભેચ્છાઓ પાઠવે છે આ શ્રેણીમાં જો વાત કરીએ તો વડાપ્રધાન મોદી જ્યારથી પીએમ બન્યા છે ત્યારથી ભારતના ઈસ્લામિક દેશો સાથેના સંબંધો ઘણા સુધર્યા છે ત્યારે હવે કુવૈતમાં નવા પ્રધાનમંત્રી બનતા જ પીએમ મોદીે તેમને શુપભકામનાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે કુવૈતમાં નવા પ્રધાનમંત્રી તરિકે શેખ અહેમદ નવાફ અલ અહેમદ અલ-સબાહની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ ખાસ અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમને અભિનંદન પાઠવ્યા છે.

આ બાબતે  PM મોદીએ ટ્વિટ કરીને શેખ અહેમદ નવાફ અલ અહેમદ અલ-સબાહને કુવૈતના વડા પ્રધાન તરીકે નિમણૂક કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની વાત પણ કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ શુભેચ્છઆ આપી હતી તેમણે કહ્યું કે , ‘કુવૈતના વડાપ્રધાન તરીકે તેમની નિમણૂક પર મહામહિમ શેખ અહેમદ નવાફ અલ અહેમદ અલ-સબાહને મારા અભિનંદન અને શુભેચ્છાઓ. હું કુવૈતના આપણા દેશ સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા તેમની સાથે કામ કરવા આતુર છું.