Site icon Revoi.in

પીએમ મોદીએ તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સીએ દિવસની અને ડોક્ટર્સ ડે પર ડોક્ટરોને શુભેચ્છા પાઠવી

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડે પર ડોકટરોને શુભેચ્છા પાઠવી છે અને જીવન બચાવવા અને પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકાને સ્વીકારી છે.

વડાપ્રધાને ટ્વિટ કર્યું: “જીવન બચાવવા અને આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા તમામ મહેનતુ ડોકટરોને ડોકટર્સ ડેની શુભેચ્છાઓ.”

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએ દિવસ પર તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છાઓ પાઠવી છે. મોદીએ એક વિડિયો પણ શેર કર્યો છે જેમાં તેમણે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

વડાપ્રધાનએ ટ્વિટ કર્યું; “ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આપણી અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા હોય છે. સીએ દિવસ પર, તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છાઓ. તેઓ અર્થતંત્રમાં વૃદ્ધિ અને પારદર્શિતાને આગળ વધારવા માટે સખત મહેનત કરતા રહે.”