Site icon Revoi.in

કેરળના ઈડૂક્કીમાં ભૂસ્ખલનની ઘટના અંગે પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું- સહાયની કરી જાહેરાત

Social Share

અતિભારે વરસાદ અને પુરના પ્રકોપથી કેરળના ઈડુક્કી જીલ્લાના રાજમલા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી,આ ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે,તો 10 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી આવ્યા છે,57 જેટલા લોકોનો હજી સુધી કોઈ અતોપતો મળ્યો નથી,ત્યારે સમગ્ર ઘટનામાં બચાવન કાર્ય માટે અનડીઆએફની ટીમને તૈવાત કરવામાં આવી છે.

વન અધિકારી તેમજ અન્ય આપતકાલિન સેવાના કર્મીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા,ઘટનાને નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે,આ ભૂસ્ખલન થતા વખતે ખુબ જ જોરથી અવાજ સંભળાયો હતો,લોકો પોતાની જાન બચાવવા માટે ભાગી રહ્યા હતા, તો બીજી તરફથી પાણીનો ફોર્સ આવી રહ્યો હતો.

 

આ કુદરતી હોનારતને લઈને દેશના વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું છે, “પીએમ મોદીએ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને કહ્યું કે, ઈડુક્કીમાં ભૂસ્ખલનની જે ઘટના બની તેનાથી દુખી છું, દુખની આ સ્થિતિમાં મારી સંવેદના મૃતકના પરિવાર સાથે છે,પ્રાર્થના કરું છું કે આ ઘટનામાં ઈજા પામેલા લોકો જલ્દી સાજા થઈ જાય ,પીએમ રાહતકોર્ષમાંથી મૃતકોના પરિવારજનોને બે લાખ રુપિયા તેમજ ઈજાપામેલા લોકોને 50 હજાર રુપિયાની આર્થિક મદદ કરવામાં આવશે”

સાહીન-