Site icon Revoi.in

પીએમ મોદીએ ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી

Social Share

 

ભોપાલઃ- આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતેના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સહિત પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી તેનું પ્રપસ્થાન કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે  હેલિકોપ્ટરમાં આવી શક્યા નહોતા તેઓ હવાઈમાર્ગને  બદલે રોડ માર્ગે રાણી કમલાપતિ સ્ટેશન આવ્યા હતા.

જો કે અહી સુધી પીએમ મોદી એરફોર્સના વિમાન દ્વારા રાજા ભોજ એરપોર્ટ પહોંચ્યા છે. એરપોર્ટ પર રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને સીએમ શિવરાજે તેમનું અહી સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સીએમ ચૌહાણે કહ્યું કે  મધ્યપ્રદેશના ભાગ્યશાળી સૂર્યનો ઉદય છે. મધ્યપ્રદેશની ધરતી પર તેમનું ખૂબ સ્વાગત, આગમન અને અભિવાદન છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી ભોપાલ-ઈંદોર વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સહિત પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.

પીએમ મોદીએ જ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી તેમાં  રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગ્લોર વંદે ભારત એક્સપ્રેસ, ગોવા મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે આ તમામ ટ્રેનને પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી.

Exit mobile version