Site icon Revoi.in

સ્વતંત્રતા પર્વ પર પીએમ મોદીએ આપ્યો નવો મંત્રઃ- ‘દરેકનો સાથ, દરેકનો વિકાસ, દરેકનો વિશ્વાસ અને દરેકનો પ્રયાસ’

Social Share

દિલ્હીઃ- આજે દેશના 75મા સ્વતંત્રતા પ્રવ પર પીએમ મોદીએ લાલકિલ્લા પર 8 મી વખત ધ્વજ લહેરાવ્યો હતો અને દેશવાસીઓને આજે નવો મંત્ર આપ્યો હતો, દેશ આજે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે હવે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસમાં એક નવોશબ્દ પણ જોડાઈ ગયો છે જે છે,સબકા વિશ્વાસ…

આજના આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા આ આદર સાથે જોડાયેલા છીએ. આજે, લાલ કિલ્લા પરથી, હું આહ્વાન કરું છું – સબકા સાથ, સબકા વિકાસ – સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પીએમ મોદીએ કહ્યું કે દરેક દેશની વિકાસ યાત્રામાં એક સમય આવે છે, જ્યારે તે દેશ પોતાની જાતને ફરીથી પરિભાષિત કરે છે અને નવા સંકલ્પો સાથે પોતાને આગળ ધપાવે છે. તેમણે કહ્યું કે આજે ભારતની વિકાસયાત્રામાં તે સમય આવી ગયો છે. અહીંથી શરૂ કરીને આગામી 25 વર્ષની યાત્રા નવા ભારતના નિર્માણનું અમૃતસમય છે. આ અમૃત સમયગાળામાં આપણા સંકલ્પોની પરિપૂર્ણતા આપણને આઝાદીના 100 વર્ષ સુધી લઈ જશે.

આજના આ ખાસ પર્વ પર  કેન્દ્રીય મંત્રી પરિષદના તમામ સભ્યો, વિવિધ પક્ષોના નેતાઓ અને વિદેશી રાજદ્વારીઓ સહિત કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓ લાલ કિલ્લા પર હાજર હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ટિમના પ્રતિનિધિઓની હાજરી આકર્ષણનું કેન્દ્ર હતી. પ્રધાનમંત્રીએ તેમને ખાસ આમંત્રણ આપ્યું છે.

પ્રધાનમંત્રી આજે સૌથી પહેલા રાજ ઘાટ ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા હતા. અહીંથી વડાપ્રધાન સીધા લાલ કિલ્લા પર ગયા જ્યાં તેમને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સેનાઓના વડાઓએ આવકાર્યા. પ્રધાનમંત્રીએ ત્રિરંગો ફરકાવ્યો હતો અને ત્યારબાદ આયોજન સ્થળ પર હેલિકોપ્ટરથી પુષ્પનો વરસાદ કર્યો  હતો. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને સૌપ્રથમ દેશની આઝાદીમાં યોગદાન આપનારા મહાપુરુષોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે દેશ આજે તેમને યાદ કરી રહ્યો છે. દેશ આ બધા મહાપુરુષોનો ઋણી છે.