Site icon Revoi.in

પીએમ મોદીએ  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 1 નું કર્યું ઉદ્ઘાટન – હવે દિલ્હીથી જયપુરનું અંતર ઘટશે

Social Share

જયપુરઃ- દેશના પ્ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  રાજસ્થાનના દૌસામાં 18,100 કરોડ રુપિયાથી વધુના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી હવે જયપુર દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે મુસાફરોની યાત્રા હવે સરળ બનશે.દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ 9 માર્ચ, વર્ષ 2019 ના રોજ કરવામાં આવ્યો હતો.

આ સિવાય સરકારે સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને મોટો વેગ આપવાનો દાવો પણ કર્યો છે. સમગ્ર પ્રોજેક્ટની વાત કરીએ તો 1,386 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે રૂ. 98,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ છ રાજ્યોમાંથી પસાર થતો આ એક્સપ્રેસ વે જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર, અમદાવાદ જેવા આર્થિક કેન્દ્રોમાંથી પસાર થશે. એટલું જ નહીં વડોદરા, સુરત. કેન્દ્રો સાથે જોડાણમાં પણ આ કારણે સુધારો કરશે.

મોદીએ કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને વેસ્ટર્ન કોરિડોર રાજસ્થાનની છબી બદલી છે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરથી ઘણો ફાયદો થશે. તે પશ્ચિમ ભારતના બંદરોને પણ જોડશે. ઘણા ઉદ્યોગો માટે હવેથી જ નવી શક્યતાઓ ઉભી થવા લાગશે. તેને પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાનથી પણ મજબૂતી મળી રહી છે.

આ સહીત જરૂરી ઓપ્ટિકલ ફાઈબર નાખવા માટે કોરિડોર રાખવામાં આવ્યો છે. વિજળી, પાણીની લાઈનો મુકવામાં આવી છે. જો વધારાની જગ્યા બચશે તો સોલાર પાર્ક અને વેરહાઉસ માટે રાખવામાં આવશે. પીએમ મોદીએ સભા સંબોધતા સબકા સાથ, સબકા વિકાસના મંત્રનો પણ ઉલ્લએખ કર્યો હતો.

પીએમ એ બહુપ્રતિક્ષિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ વિભાગનું ઉદ્ઘાટન કર્યું. 1,386-km એક્સપ્રેસવેનો પ્રથમ વિભાગ 246 કિલોમીટર લાંબો છે. દિલ્હી-દૌસા-લાલસોટ વચ્ચેનો આ વિભાગ દિલ્હીથી જયપુરની મુસાફરીને સરળ બનાવશે. તેના નિર્માણ બાદ દિલ્હીથી જયપુર સુધીની પાંચ કલાકની યાત્રા ઘટીને હવે સાડા 3 કલાકની થશે.આ એક્સપ્રેસ વે પૂરો થયા બાદ દિલ્હીથી મુંબઈની મુસાફરીનો સમય 24 કલાકથી ઘટાડીને 12 કલાક થઈ જશે. આ ઉપરાંત એક્સપ્રેસ વે વચ્ચે આવતા શહેરો વચ્ચેનું અંતર પણ સરળ બનશે.