Site icon Revoi.in

PM એ મોદી દિલ્હી ખાતે ડ્રોન મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું – કહ્યું ‘અગાઉની સરકાર ટેકનોલોજીને સમસ્યાનો ભાગ માનતી હતી,આજે ટેક્નોલોજી સહોયોગ બની’

Social Share

દિલ્હીઃ- આજરોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે બે દિવસીય ડ્રોન મગોત્સવ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જતેમણે પ્રદર્શનનું નિરીક્ષણ પણ કર્યું હતું. વડાપ્રધાને  આપ્રસંગે કહ્યું હતું કે , હું ડ્રોન પ્રદર્શનથી પ્રભાવિત થયો છું. 2030 સુધીમાં ભારત ડ્રોન હબ બની જશે. તેમણે કહ્યું કે, આજે હું જે જે સ્ટોલ પર મુલાકાત કરવા પહોચ્યો તે દરેક લોકો ગર્વથી કહેતા હતા કે આ મેક ઇન ઇન્ડિયા છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ માત્ર ડ્રોનનો જ નથી, તે ન્યૂ ઈન્ડિયા – ન્યૂ ગવર્નન્સનો સેલિબ્રેશન પણ છે. ડ્રોન ટેક્નોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. મહોત્સવમાં સરકારી અધિકારીઓ, વિદેશી રાજદ્વારીઓ, સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, PSUs, ખાનગી કંપનીઓ અને ડ્રોન સ્ટાર્ટઅપ્સ વગેરેના 1600થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

આ સાથે જ જણાવ્યું કેં ભારતમાં ડ્રોન સેવા અને ડ્રોન આધારિત ઉદ્યોગમાં ક્વોન્ટમ જમ્પનું પ્રતિબિંબ છે.આ ઉર્જા ભારતમાં રોજગાર નિર્માણના ઉભરતા મોટા ક્ષેત્રની સંભાવના દર્શાવે છે. આ આઠ વર્ષ પહેલાનો સમય હતો, જ્યારે અમે ભારતમાં સુશાસનના નવા મંત્રો અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે હવે ખેતી ક્ષેત્રે પણ ડ્રોન મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, પહેલાની સરકારો ટેક્નોલોજીને સમસ્યાનો હિસ્સો માનતી હતી. તેમને ગરીબ વિરોધી સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે 2014 પહેલા શાસનમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે ઉદાસીનતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આજે આપણે ટેક્નોલોજી દ્વારા આગળ વધી શકીએ છીએ અને અંત્યોદયના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ.