Site icon Revoi.in

PM મોદી વૈશ્વિક સ્તરે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાઃ ડેનમાર્કના રાજદૂત ફ્રેડી સ્વાન

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ડેનમાર્કના રાજદૂત ફ્રેડી સ્વાને કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને રોકવા માટે ભારત પહેલેથી જ ઘણું કરી રહ્યું છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીને ટાંકીને કહ્યું કે, અમે યુદ્ધના યુગમાં જીવતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે ભારતે ઘણી જગ્યાએ પોતાનો પ્રભાવ અનુભવવા માટે ઘણું બધું કર્યું છે. ભારતની વૈશ્વિક ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સ્તરે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. મને ખાતરી છે કે ઐતિહાસિક સંબંધો માટે ભારત ઘણુ બધુ કર્યું છે. ભારત હવે વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ તે ભજવતું રહેશે.

રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, મને ખાતરી છે કે આ યુદ્ધ વધારે આગળ ન વધે તે માટે બધું જ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે ‘આ યુદ્ધનો યુગ નથી’. અને મને લાગે છે કે યુદ્ધને રોકવા માટે આ અત્યાર સુધીનો સૌથી મજબૂત સંકેત છે કારણ કે આપણે યુદ્ધના યુગમાં જીવી શકતા નથી, તેથી તેનો અંત આવવો જોઈએ.

રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામો વિશે વાત કરતા ફ્રેડીએ કહ્યું કે, તેનાથી માત્ર યુરોપિયન દેશો જ નહીં પરંતુ વિશ્વના અન્ય ભાગોને પણ અસર થઈ છે. યુદ્ધને કારણે ખાદ્યપદાર્થો અને ઉર્જાના ભાવમાં વધારો થયો છે અને ફુગાવો પણ અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો છે. યુદ્ધ ક્યારેય શરૂ થવું જોઈએ નહીં અને રશિયા માટે શ્રેષ્ઠ ઉકેલ એ છે કે તે યુક્રેનના પ્રદેશમાંથી તેના સૈનિકોને પાછી ખેંચી લે.

ડેન્માર્કના ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક આન્દ્રે હેનરિક ક્રિશ્ચિયન અને ક્રાઉન પ્રિન્સેસ મેરી એલિઝાબેથની ભારત મુલાકાત વિશે વાત કરતાં ડેનિશ રાજદૂતે કહ્યું કે તેમને આ મુલાકાતથી ઘણી આશાઓ છે. તેમણે કહ્યું કે અમને ખૂબ આશા છે કે આ મુલાકાત ફળદાયી રહેશે. અમે ત્રણ મંત્રીઓ લાવીશું, અમે 38 ડેનિશ કંપનીઓ લાવશું જે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો ભાગ હશે.