Site icon Revoi.in

PM મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઃ અમેરિકાના રાષ્ટ્રપતિને છોડ્યા પાછળ

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ ચહેરો નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. આ દાવો ડેટા ઈન્ટેલિજેન્સ કંપની મોર્નિંગ કંસલ્ટના એક સર્વેમાં કરાયો છે. રિપોર્ટ અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટેનના પીએમ બોરિસ જોનસનને પાછળ રાખી દીધા છે. પીએમ મોદીની એપ્રુવલ રેટિંગ આ સર્વે અનુસાર 70 ટકા છે. સર્વેમાં મોદીના રેટિંગ દુનિયાના ટોપ 13 નેતાઓમાં સૌથી વધારે છે. હાલના બે મહિનાના આંકડો જોઈએ તો મોદીની એપ્રુવલ રેટિંગ સુધરી છે. જૂન 2021માં ભારતીય પીએમનું આ રેટિંગ 66 ટકા હતી.

આ સર્વે 2 સપ્ટેમ્બર 2021ના રોજ અપડેટ કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદી મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેજ મૈનુઅલ લોપેજ ઓબરાડોર, ઇટલીના પીએમ મારિયો ડ્રાગહી, જર્મનીના ચાંસલર એંજલા મર્કલ અને યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેનથી આગળ છે. યાદીમાં આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, કેનેડાના પીએમ જસ્ટીન ટૂડો, બ્રિટેનના પીએમ બોરિસ જોનસન અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો વગેરે નામનો સમાવેશ થાય છે. પીએમ મોદીની અસ્વિકૃતિ રેટિંગ પણ લગભગ 25 ટકા ઘટી છે. જે યાદીમાં સૌથી ઓછી છે. મોર્નિંગ કન્સલ્ટનો ગ્રાફ દર્શાવે છે કે, પીએમ મોદીનું આ રેટિંગ મે 2021માં ટોપ ઉપર પહોંચ્યું હતું. મહત્વની વાત એ છે કે, ઓક્સિજન સંકટ વચ્ચે કોરોના મહામારીમાં દેશમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો તથા અન્ય જીવન જરૂરી વસ્તુઓની કિંમતમાં પણ વધારો થયો છે. તેમ છતા લોકોમાં હજુ પણ લોકપ્રિયતામાં ટોચ ઉપર છે.