Site icon Revoi.in

PM મોદી રાષ્ટ્રપતિને મળ્યા,દ્રૌપદી મુર્મુએ ચંદ્રયાન 3 ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિએ ચંદ્રયાન 3 ની સફળતા માટે વડાપ્રધાનને પુષ્પગુચ્છ આપીને અભિનંદન આપ્યા હતા.રાષ્ટ્રપતિ મુર્મુ છત્તીસગઢની બે દિવસની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા હતા.પીએમ મોદીએ આ બેઠક એવા સમયે કરી છે જ્યારે કેન્દ્ર સરકારે અમૃતકાળ દરમિયાન 18 થી 22 સપ્ટેમ્બરની વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સરકારના કામકાજને ધ્યાનમાં રાખીને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. લોકસભા અને રાજ્યસભા સચિવાલયે આ માહિતી આપી.

આ અંગે માહિતી આપતાં લોકસભા સચિવાલયે શનિવારે કહ્યું કે, “17મી લોકસભાનું 13મું સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સરકારના કામકાજને ધ્યાનમાં રાખીને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.” જ્યારે રાજ્યસભા સચિવાલયે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે, “સભ્યોને જાણ કરવામાં આવે છે કે રાજ્યસભાનું 261મું સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે.સત્ર 18, 19, 20, 21 અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. “એવું કહેવામાં આવ્યું છે કે સત્ર સામાન્ય રીતે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.” સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહોમાં પ્રશ્નકાળ અને ખાનગી કામકાજ રહેશે નહીં.

સંસદીય બાબતોના પ્રધાન જોશીએ સોશિયલ મીડિયા સાઇટ ‘X’ પર પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે “સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવ્યું છે. જો કે, સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો ન હતો. સંસદના આ વિશેષ સત્રના એજન્ડા વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. જો કે, આ સત્ર રાષ્ટ્રીય રાજધાનીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટના થોડા દિવસો બાદ યોજાવા જઈ રહ્યું છે. મોદી સરકારના કાર્યકાળના નવ વર્ષમાં પ્રથમ વખત સંસદનું આ પ્રકારનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.