1. Home
  2. Tag "President Draupadi Murmu"

મહાકુંભમાં થયેલી ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં થયેલા અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યાલયે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. હું મૃતક ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના […]

મનુ ભાકર- ડી ગુકેશ સહિત ચાર ખેલાડીને મળ્યા ખેલ રત્ન એવોર્ડ, 34 અર્જુન પુરસ્કાર સમ્માનિત કરાયાં

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને પુરસ્કારો આપ્યા હતા. આ ઉપરાંત, પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને પુરસ્કારો આપવામાં આવ્યા […]

ડો. મનમોહન સિંહજીનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન, ભીની આંખે અંતિમ વિદાય અપાઈ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના રાજકીય સમ્માનની સાથે નિગમ બોધ ઘાટ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યાં હતા અને સ્વ. ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ભારતીય સેનાના ત્રણેય પ્રમુખોએ પણ પૂર્વ વડાપ્રધાનને સલામી આપી […]

ડો. મનમોહન સિંહજીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહજીનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના આગેવાનોએ ડો.મનમોહન સિંહજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.  રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજિલ […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત સમારોહમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીઓમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. સન્માનિત લોકોમાં સાત છોકરાઓ અને 10 છોકરીઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ તેમને મેડલ, પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર પુસ્તિકા આપી સન્માનિત કર્યા હતા. કોલકાતા સ્થિત માસ્ટર […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ‘વીર બાલ દિવસ’ પર 17 બાળકોને સન્માનિત કરાશે

નવી દિલ્હીઃ વીર બાલ દિવસ પર, બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 17 બાળકોને આ એવોર્ડ આપશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. પીએમ મોદી સુપોષિત પંચાયત યોજનાનું ઉદ્ઘાટન કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન જારી કરીને, કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ માહિતી આપી હતી […]

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે PM મોદી સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દે કરી ચર્ચા

નવી દિલ્હીઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે તેમની ભારત મુલાકાતના બીજા દિવસે સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અગાઉ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકેએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર […]

દ્રોપદી મુર્મુ વિજ્ઞાન ભવનમાં આયોજીત માનવ અધિકાર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ (યુડીએચઆર)ની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે, જેને 1948માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને જાહેર કરવામાં આવ્યો હતો. યુ.ડી.એચ.આર. માનવાધિકારોના રક્ષણ અને પ્રમોશન માટે વૈશ્વિક બેંચમાર્ક તરીકે સેવા આપે છે. ભારતનું રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) […]

ઓડિશાના રાયરંગપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ઓડિશાના રાયરંગપુરમાં ત્રણ રેલ્વે લાઇન બંગીરીપોસી-ગોરુમહિસાની, બુરમારા-ચકુલિયા અને બદમપહાર-કેંદુઝારગઢનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ આદિજાતિ સંશોધન અને વિકાસ કેન્દ્ર, ડાંડબોસ એરપોર્ટ અને રાયરંગપુરની સબ-ડિવિઝનલ હોસ્પિટલની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ ભૂમિની દીકરી હોવાનો તેમને હંમેશા ગર્વ રહ્યો છે. જવાબદારીઓ અને […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિર્ણય લેવો જોઈએ’, સુપ્રીમ કોર્ટે બિઅંત સિંહના હત્યારાની દયા અરજી પર વિનંતી કરી

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સચિવને સોમવારે (18 નવેમ્બર, 2024) નિર્દેશ આપ્યો હતો કે તેઓ 1995 માં પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા પામેલા બળવંત સિંહ રાજોઆનાની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ વિચારણા માટે મૂકે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે રાષ્ટ્રપતિને અરજી પર બે અઠવાડિયામાં વિચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code