Site icon Revoi.in

કાશ્મીરી પંડિતોના દર્દનું વર્ણન કરતી ફિલ્મ ‘ધ કાશ્મીરી ફાઈલ્સ’ની ટીમને મળ્યા પીએમ મોદી – ફિલ્મના કર્યા વખાણ

Social Share

દિલ્હીઃ-  કાશ્મીરી પંડિતોની વ્યથાનું શાનદાર આબેહુબ રીતે વર્ણન કરતી દરેકની આંખોને નમ કરતી વિવેક અગ્નિહોત્રીની  ફિલ્મ ધ કાશ્મીરી ફાઈલ્સ હાલ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ દર્શકોે ખૂબ વખાણી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી મોદીએ પણ આ ફિલ્મના ખૂબ વખામ કર્યા છે,

આ ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલ, દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી અને અભિનેતા પલ્લવી જોશી સહિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમ શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. પીએમ મોદીએ ફિલ્મના વખાણ કર્યા અને વડાપ્રધાન મોદીની ટીમની પીએમ સાથેની મુલાકાતનમા ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

ફિલ્મની કહાનિની જો વાત કરીએ તો વર્ષ 1990માં કાશ્મીરી પંડિતો સાથે થયેલા નરસંહાર અને અન્યાય વિશે છે જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પીએમ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર પોતાના દિલની વાત લખી છે.

ઉલ્લેખનીય છે કેવિવેક અગ્નિહોત્રીએ તાજેતરમાં જ કપિલ શર્મા શો પર ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે શોના નિર્માતાઓએ તેમની ફિલ્મનું પ્રમોશન કરવાનો ઇનકાર કર્યો હતો. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે કપિલ શર્મા શોના નિર્માતાઓએ કહ્યું કે ફિલ્મમાં કોઈ કોમર્શિયલ સ્ટાર ન હોવાથી તેઓ તેને પ્રમોટ કરી શકતા નથી.જો કે કપીલ શર્માએ ા વાતને નકારી છે આ અંગે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી ન હતી.