Site icon Revoi.in

પીએમ મોદીએ જાણીતા સંતૂરવાદક ઉસ્તાદ પંડિત શિવકુમાર શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

Social Share

મુંબઈ:વિશ્વ વિખ્યાત સંતૂર વાદક અને સંગીતકાર શિવ-હરિની મહાન જોડીમાંથી એક પંડિત શિવકુમાર શર્માનું મંગળવારે નિધન થયું છે. પંડિત શિવકુમાર શર્મા 84 વર્ષના હતા અને તેમના અવસાનથી સંગીત જગત શોકમાં ડૂબી ગયું છે.

PM નરેન્દ્ર મોદીએ પણ પંડિત શિવકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.તેમની શ્રદ્ધાંજલિમાં તેમણે કહ્યું કે,તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. દેશની અન્ય અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાનને ટ્વિટ કરતા કહ્યું કે,”પંડિત શિવકુમાર શર્માજીના નિધનથી આપણું સાંસ્કૃતિક વિશ્વ વધુ ગરીબ થયું છે.તેમણે સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું છે.તેમનું સંગીત આવનારી પેઢીઓને આકર્ષિત કરવાનું ચાલુ રાખશે.મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ. શાંતિ.”