Site icon Revoi.in

કંઠ કોકિલા લતાજીના મૃત્યુ પર પીએમ મોદી સહીતની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો – PM મોદીએ કહ્યું, ‘આ ખાલીપો ક્યારેય નહી ભરી શકાય’’

Social Share

 

દિલ્હીઃ- સ્વરોની બેતાજ રાણી કહીએ કે સ્વર કોકિલા કહીએ કે પછી સ્વર કંઠિલ આવી અનેક ઉપમા પણ ખૂટી પડે તેટલી હદે પોતાના સ્વરથી દેશભર સહીત વિદેશોમાં પણ જાણીતા બનેલા મશહૂર ગાયિકા લતા મંગેશકરે આજે 92 વર્ષની ઉંમરે દુનિયામાંથી વિદાય લીધી છે, ત્યારે તેમના નિધનને લઈને દેશ આખો શોકમાં  ડૂબ્યો છે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને લતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘હું શબ્દોની પરે પીડામાં છું. દયાળુ અને દેખભાળ કરનારી લતા દીદી આપણને છોડીને ચાલ્યા ગયા છે. તે આપણા દેશમાં એક ખાલીપો છોડીને ચાલ્યા ગયા  છે જે ભરી શકાય નહી. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ કરશે.

ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમે પોતાના સંદેશમાં કહ્યું કે લતાજીએ એક એવો ખાલીપો છોડી દીધો છે, જે ક્યારેય ભરાશે નહીં.

તેમના નિધનને લઈને રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, લતાજીનું અવસાન મારા માટે હૃદયદ્રાવક છેજે રીતે. વિશ્વભરના લાખો લોકો માટે છે. તેમના ગીતોની વિશાળ શ્રેણીમાં, ભારતના સાર અને સુંદરતાને પ્રસ્તુત કરતા પેઢીઓએ આંતરિક લાગણીઓની અભિવ્યક્તિ મળી છે,. તેની સિદ્ધિઓ અતુલનીય રહેશે.

લતાજીના નિધનને લઈને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે