Site icon Revoi.in

પીએમ મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે – અનેક યોજનાઓનો કરશે શિલાન્યાસ

Social Share

દહેરાદૂનઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષવની દિવાળીએ પણ દેશની રક્ષા કરતા સેનિકો પાસે પહોચવાના છે ,નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની મુલાકાત આજરોજ લઈ રહ્યા છે  ત્યારે તેઓ 8.30 વાગ્યે શ્રી કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. 

પીએમ મોદી અહીં વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરશે ઉપરાંત તેઓ કેટલાક નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે પીએમ મોદીના આગમનને લઈને કેદારનાથ-બદ્રીનાથમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

વડા પ્રધાનના બે દિવસીય કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં અધિકારીઓ વ્યસ્ત છે ત્યારે બંને ધામોના યાત્રાળુઓ અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પણ તેમના આગમનથી ઉત્સાહિત છે.

પીએમના આગમનને લઈને મંદિરો ફળૂલોથી સજાવાયા

કેદારનાથ અને બદ્રીનાથ બંને મંદિરોને અનેક ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. વડાપ્રધાન સવારે 9 વાગે કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પછી તેઓ આદિગુરુ શંકરાચાર્યની સમાધિ સ્થળની મુલાકાત લેશે.

ત્વયાર બાદ ડાપ્રધાન મંદાકિની આસ્થા પથ અને સરસ્વતી આસ્થા પથ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે. આ પછી, વડા પ્રધાન બદ્રીનાથ પહોંચશે, જ્યાં તેઓ લગભગ 11:30 વાગ્યે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.

આ સાથએ જ બપોરે 12 વાગ્યે તેઓ રિવરફ્રન્ટના વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ બપોરે 12:30 વાગ્યે માના ગામમાં રોડ અને રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

ઉલ્લેખનીય છે કે કેદારનાથનો રોપવે 9.7 કિલોમીટર લાંબો હશે અને તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. આનાથી બંને સ્થળોની મુસાફરીમાં લગભગ 30 મિનિટનો ઘટાડો થશે. આ અંતર કાપવામાં 6 થી 7 કલાકનો સમય લાગે છે.

બીજી તરફ હેમકુંડનો રોપ-વે ગોવિંદઘાટને હેમકુંડ સાહિબ સાથે જોડશે. તેની લંબાઈ લગભગ 12.4 કિમી હશે. તેની મદદથી આ અંતર 45 મિનિટમાં પાર કરી શકાય છે. આ પ્રોજેક્ટથી અહીં આવનાર શ્રદ્ધાળુઓ માટે લગભગ એક દિવસનો સમય લાગે છે.