Site icon Revoi.in

પીએમ મોદીએ પોતાના પ્રોફાઈલ પિક્ચર પર તિરંગાની તસવીર લગાવી,દરેકને કરી આ અપીલ

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર બદલીને રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગા’ની તસવીર કરી દીધી છે. તેમણે દેશના લોકોને તિરંગા ઉત્સવ ઉજવવા માટે એક આંદોલનના રૂપમાં આવું કરવાની પણ અપીલ કરી છે.

પીએમ મોદીએ રવિવારે દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશનો ભાગ બનવાની અપીલ કરી હતી. કહ્યું કે ચાલો આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલ બદલીએ અને આ અનોખા પ્રયાસને સમર્થન આપીએ. જે આપણા પ્રિય દેશ અને આપણી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.

ગૃહમંત્રીએ બતાવી લીલી ઝંડી 

આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને લીલી ઝંડી બતાવી હતી. તેમણે કહ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન પીએમ મોદીએ સમગ્ર દેશમાં દેશભક્તિની લાગણી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.

શું છે હર ઘર તિરંગા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 22 જુલાઈએ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના અવસરે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી.

ભારતીય ધ્વજ એકતાનું પ્રતીક

તે જ સમયે, પીએમએ લોકોને આ વર્ષે 13 થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા’ ચળવળમાં ભાગ લેવા વિનંતી કરી. સાથે જ કહ્યું કે ભારતીય ધ્વજ સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું પ્રતિક છે. તેમણે ભારતીયોને ‘હર ઘર તિરંગા’ વેબસાઇટ https://harghartiranga.com પર તેમના ફોટોગ્રાફ અપલોડ કરવા પણ વિનંતી કરી.

‘હર ઘર તિરંગા’ બાઇક રેલી પણ નીકળી

આ પહેલા શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે દિલ્હીના પ્રગતિ મેદાનથી ‘હર ઘર તિરંગા’ બાઇક રેલીને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર અને શોભા કરંદલાજે પણ હાજર હતા.