Site icon Revoi.in

પીએમ મોદી એ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના  સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી – સ્વાસ્થ્ય મંત્રીએ પણ હોસ્પિટલ જઈ મુલાકાત લીધી

Social Share

દિલ્હીઃ- દેશના પૂર્વ વડાપ્રધાન એવા મનમોહન સિંહ દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર હેઠલ દાખલ કરાયા છે.વિતેલા દિવસે તેમની તબિયત અચાનક બગડતાં તેમને બુધવારના રોજ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ગુરુવારે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાનને હોસ્પિટલ ખાતે મળવા આવ્યા હતા અને તેમના ખબર અતંર પૂછ્યા હતા.

પૂર્વ પીએમ મનમોહન સિંહના સ્વાસ્થ્યને લઈને એઈમ્સના ડોક્ટરે કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાનને બુધવારે એમ્સના કાર્ડિયો-ન્યુરો સેન્ટરના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડો.નીતીશ નાઈકની આગેવાની હેઠળ કાર્ડિયોલોજિસ્ટની ટીમની દેખરેખ હેઠળ  રાખવામાં આવ્યા છે. તેઓને સોમવારે તાવ આવ્યો હતો અને તે સ્વસ્થ થઈ ગયા હતો પરંતુ તેઓને અશક્તિ અનુભવવાનું શરૂ થયું  હતું અને માત્ર પ્રવાહીનું સેવન કરી શક્તા હતા.

પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી

આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નેર્ન્દ્ર મોદીએ પૂર્વ પીએમ મનમોહન સિંહની જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું તકે , ‘હું ડોક્ટર મનમોહન સિંહ જીના સારા સ્વાસ્થ્ય અને જલ્દીથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’

 

 

Exit mobile version