Site icon Revoi.in

‘હર ઘર તિરંગા અભિયાન’ – PM મોદીએ તમામ સો.મીડિયા પેજની પ્રોફાઈલ પર તિરંગો લગાવ્યો – દેશવાસીઓને પણ કરી અપીલ

Social Share

 

દિલ્હીઃ- દેશ સ્વતંત્રતા મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે આ સહીત 2 જી ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુઘી હર ઘર તિરંગા અભિયાન પીએમ મોદી દ્રારા ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે 2જી ઓગસ્ટ ખાસ દિવસ છે આજના આ દિવસે પીએમ મોદીએ પોતાના તમામ સોશિયલ મીડિયા પેજ પરથી અન્ય ડિપી દૂર કરીને તિરંગાનું ડીપી રાખ્યું છે.

કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ આ મહિનામાં ત્રણ દિવસ સુધી દેશભરના 20 કરોડથી વધુ ઘરો પર તિરંગો લહેરાવામાં  આવશે. આ કાર્યક્રમ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી લોકોને પોતાના ઘરો ઉપર ત્રિરંગો લહેરાવવાની અપીલ કરાઈ છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ  વિતેલા દિવસને રવિવારે લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ‘પ્રોફાઈલ’ પિક્ચર તરીકે ત્રિરંગાનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું.

આ સાથે જ આજ રોજ પીએમ મોદીએ ટ્વિટ કરીને જનતાને પણ અપીલ કરી છે, તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘આજે 2જી ઓગસ્ટ ખાસ છે! એવા સમયે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી  રહ્યા છે, આપણો દેશ હર ઘર ત્રિરંગા સામૂહિક આંદોલન માટે તૈયાર છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યો છે અને તમે બધાને તે પણ તેમ કરવાનો આગ્રહ કરું છું.

ઉલ્લેખનીય છે કે મન કી બાતના 91 મા એસિપોડમાં બે દિવસ દિવસ પહેલા પણ પીએમ મોદીએ દેશવાસીઓને તિરંગો લહેરાવાની અપીલ કરી હતી તેમણે   2 થી 15 ઓગસ્ટની વચ્ચે સોશિયલ મીડિયા પર પણ તિરંગો લગાવવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, 2 ઓગસ્ટના રોજ, પીએમએ તેમની ‘પ્રોફાઇલ’ પર તિરંગો લગાવ્યો છે.