Site icon Revoi.in

પીએમ મોદી બીજેપી કાર્યલય પહોચ્યા, ભવ્યરીતે કાર્યાકર્તાઓ દ્રારા પીએમ મોદીનું કરાયું સ્વાગત

Social Share

દિલ્હીઃ-  તાજેતરમાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું આ બિલને લઈને પીએમ મોદીની દરેક મંત્રીઓ પ્રસંશા કરી રહ્યા છે ત્યારે આજરોજ શુક્વારે પીએમ મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીની મહિલા કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે મહિલા કાર્યકરોના ચરણ પણ સ્પર્શ્યા હતા. આ પછી મહિલા મોરચાના કાર્યકરોએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીના આગમન સાથે જ અહી ઘન્યવાદ ઘન્યવાદના નારા લાગ્યા હતા અને મોદી હે તો સબ મુમકિન હેના નારાથી વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો આ રીતે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલોની વર્ષા કરીને પીએમ મોદીને આવકાર આપવામાં આવ્યો હતો.

 લોકસભા અને દેશની તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ ‘નારી શક્તિ વંદન એક્ટ-2023’ પણ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.  આ બિલ પાસ થતા  ભાજપ મહિલા મોરચા પાર્ટીના રાષ્ટ્રીય મુખ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપની તમામ મહિલા સાંસદો, દિલ્હીની તમામ મહિલા કાઉન્સિલરો અને અન્ય મહિલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

જાણકારી અનુસાર  પાર્ટીની લોકસભા અને રાજ્યસભાની તમામ મહિલા સાંસદો તેમજ દિલ્હી-એનસીઆરની મહિલા અધિકારીઓ અને મહિલા કાર્યકર્તાઓ આજે સવારે પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને સ્વાગત કાર્યક્રમમાં ભાગ લીઘો હતો અહી મોટી સંખ્યામાં કાર્યકરતાઓ ુપસ્થિતિ રહ્યા હતા અને પીએમ મોદીનું સ્વાગત કરાયું હતું.