Site icon Revoi.in

પીએમ મોદીએ મણીપુર ભુસ્ખલનની ઘટનાની સ્થિતિની સમિક્ષા કરી – દરેક રીતે મદદ કરવાનું આશ્વાસન આપ્યું

Social Share

દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મણિપુરના મુખ્ય મંત્રી એન બિરેન સિંહ સાથે ફોન પર વાત કરી હતી અને રાજ્યના નોની જિલ્લામાં રેલ્વે બાંધકામ સાઇટ પર મોટા ભૂસ્ખલનને કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. પીએમ મોદીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. 

ઉલ્લેખનીય છે કે આ ભયાનક ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા છે જ્યારે સ્થાનિક લોકો અને સેનાના જવાનો સહિત ડઝનેક લોકો ગુમ થયા હોવાના સમાચાર છે.

પીએમ મોદીએ કહ્યું, “મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે વાત કરી અને દુ:ખદ ભૂસ્ખલનને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી.” તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. હું ઈચ્છું છું કે આનાથી પ્રભાવિત દરેક સુરક્ષિત રહે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

ઉલ્લેખનીય છે કે આ ઘટના બુધવારે રાત્રે તુપુલ યાર્ડ રેલવે કન્સ્ટ્રક્શન કેમ્પમાં બની હતી. ઘટનાસ્થળેથી બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને કાટમાળ નીચે લગભગ 50 લોકો ફસાયા હોવાની આશંકા છેહાલ પણ અહીં બચાવ કામગીરી ચાલુ છે. કુલ 7 જવાનોના મોત થયા હોવાના એહવાલ મળ્યા છે.