Site icon Revoi.in

પીએમ મોદી 12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધશે,કેન્દ્રીય નાણા મંત્રી અને RBI ગવર્નર પણ રહેશે હાજર

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામને સંબોધિત કરશે.દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘જમાકર્તા પ્રથમ:પાંચ લાખ રૂપિયા સુધી સમયબદ્ધ જમા રાશી વીમા ભુગતાનની ગેરેન્ટી વિષય પર આધારિત એક સમારોહમાં ભાગ લેશે..પીએમઓએ માહિતી આપી હતી કે, ડિપોઝિટ ઇન્શ્યોરન્સ હેઠળ તમામ પ્રકારના ખાતા જેમ કે સેવિંગ્સ, ફિક્સ, કરન્ટ અને રિકયોરિંગ ડિપોઝિટ આવે છે.આ અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત સહકારી બેંકોના જમા ખાતાને પણ આવરી લેવામાં આવ્યા છે.

એક મોટા સુધારા હેઠળ સરકારે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યું છે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સની સીમાને પ્રતિ જમાકર્તા પ્રતિ બેંક 5 લાખ સુધી વધાર્યા બાદ ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા 98.1 ટકા પર પહોંચી ગઈ છે.આ 80 ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરતાં ઘણું વધારે છે.

ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને તાજેતરમાં વચગાળાની ચુકવણીનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો છે. આ રકમ 16 શહેરી સહકારી બેંકોના થાપણદારોને આપવામાં આવી છે. રિઝર્વ બેંકે આ શહેરી સહકારી બેંકો પર નિયંત્રણો લાદ્યા છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,લગભગ એક લાખ થાપણદારોના વૈકલ્પિક બેંક ખાતાઓમાં રૂ. 1,300 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ સમારોહમાં કેન્દ્રીય નાણા મંત્રી, નાણા રાજ્ય મંત્રી અને RBI ગવર્નર પણ હાજર રહેશે.