Site icon Revoi.in

પીએમ મોદી આવતી કાલે NCC રેલીને કરશે સંબોધિત – 75 રુપિયાનો સિક્કો સ્મારક સિક્કો બહાર પાડશે

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આવતીકાલે 28 જાન્યુઆરી શનિવારે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. ગુરુવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે PM મોદી લગભગ 5:45 વાગ્યે NCC કેડેટ્સને સંબોધિત કરશે. ઉલલ્લેખનીય છે કે આ વર્ષે NCC તેની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

આ પ્રસંગે ‘વસુધૈવ કુટુંબકમ’ની સાચી ભારતીય ભાવનામાં, 19 વિદેશી દેશોના 196 અધિકારીઓ અને કેડેટ્સને ઉજવણીનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં, વડાપ્રધાન એનસીસીના 75 સફળ વર્ષોની સ્મૃતિમાં સ્પેશિયલ ડે કવર અને રૂ. 75 મૂલ્યના સ્મારક ખાસ ટંકશાળ સિક્કાને પણ જારી કરશે.આ રેલી હાઇબ્રિડ ડે અને નાઇટ ઇવેન્ટ તરીકે યોજાશે અને તેમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ થશે. 

 આ રેલીમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હશે. તે જાણીતું છે કે બુધવારે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના કેડેટ્સ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના સ્વયંસેવકોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું, ‘તમે યુવાન છો, આ તમારું ભવિષ્ય બનાવવાનો સમય છે.