Site icon Revoi.in

PM મોદી રાજસ્થાનને આપશે પ્રથમ વંદેભારત ટ્રેનની ભેંટ – બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરથી નવી દિલ્હી વચ્ચેની આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે

Social Share

જયપુરઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરુઆત થઈ રહી છે ત્યારે હવે રાજસ્થાન પણ એ રાજ્યમાં સામેલ થવા જઈ રહ્યું છે કે જેને વંદે ભારત ટ્રેનની ભેંટ મળવા જઈ રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  જસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે જ્યાં 12 એપ્રિલે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરથી નવી દિલ્હી ચાલનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.

દિલ્હી અને અજમેર વચ્ચે દોડનારી 14મી વંદે ભારત ટ્રેન 150-160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, ત્યારબાદ દિલ્હીથી અજમેર સુધીની મુસાફરી સરળ બની જશે. બીજી તરફ સામાન્ય લોકોને દિલ્હી-જયપુર-અજમેર વચ્ચે ચાલતી ટ્રેન દ્વારા દિલ્હીથી જયપુર પહોંચવામાં ઓછો સમય લાગશે.

વંદે ભારત એક્સપ્રેસ એ દેશની પ્રથમ અર્ધ-હાઈ-સ્પીડ ટ્રેન છે જે પ્રથમ વખત 15 ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હીથી ઉત્તર પ્રદેશના વારાણસી સુધી શરુ કરવામાં આવી હતી. તે જ સમયે, રાજસ્થાનથી વંદે ભારત ટ્રેન દોડ્યા પછી, આ ટ્રેનોની સંખ્યા વધીને 14 થઈ જશે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં દોડનારી આ પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે. મળતી માહિતી મુજબ, આ ટ્રેન સામાન્ય દિવસોમાં અજમેર અને દિલ્હી વચ્ચે દોડશે, પરંતુ ઉદ્ઘાટનના દિવસે તેને જયપુરથી રવાના કરવામાં આવવાની છે.