Site icon Revoi.in

PM મોદી આવતી કાલે 318 કિમી લાંબી સરયુ નહેર યોજનાનું ઉદ્ધાટન  કરશે – રાજ્યના 9 જીલ્લાઓને તેનો લાભ મળશે

Social Share

લખનૌઃ- દેશભરમાં દેશના ગામેગામ સુધી પાણી પહોંચે તે માટે કેન્દ્રની સરકાર સતત પ્રયત્નશીલ રહે છે, આજ હેતુંથી ઉત્તર પ્રદેશમાં પણ સરયુ નહેર યોજનાનો પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 11 ડિસેમ્બરે બહરાઈચ, શ્રાવસ્તી અને બલરામપુરથી ગોરખપુર જતી 318 કિલોમીટર લાંબી સરયૂ નહેર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જે પૂર્વાંચલમાં દુષ્કાળની સમસ્યાનો સામનો કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

કુલ રુપિયા 9,802 કરોડના ખર્ચનો પ્રોજેક્ટ 14.04 લાખ હેક્ટરને સિંચાઈ માટે પાણી પૂરું પાડશે અને નેપાળથી આવતા પાણીને કારણે દર વર્ષે વિવિધ વિસ્તારોમાં વિનાશક પૂરનું જોખમ ઘટાડશે. આ પ્રોજેક્ટ ઘણા સમયથી પેન્ડિંગ હતો. આ પ્રોજેક્ટ દેશના 99 પ્રોજેક્ટ્સમાંથી એક છે જેને વડાપ્રધાન મોદીએ પૂર્ણ કરવાનું લક્ષય નક્કી કર્યું છે.

પીએમ મોદીના આવતી કાલના કાર્યક્રમ વિશે માહિતી આપતા રાજ્યના જલ શક્તિ પ્રધાન ડૉ. મહેન્દ્ર સિંહે વડા પ્રધાનના પ્રસ્તાવિત કાર્યક્રમ વિશે માહિતી આપતાં, બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન ઉપરોક્ત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા 11 ડિસેમ્બરે બલરામપુરમાં હસુવાડીહની મુલાકાત લેશે.

તેમણે માહિતી આપતા વધુમાં કહ્યું કે ભગવાન બુદ્ધના મંદિર અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને દિવંગત ભારતીય જનસંઘના નેતા નાનાજી દેશમુખના કાર્યસ્થળ પર બનેલા આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર દેશને જ નહીં પરંતુ વિશ્વને પણ મોટો સંદેશ, આપશે.

આ નહેર શરુ થતા 9 જીલ્લાઓને મળશે તેનો લાભ

તેમણે  કહ્યું કે વાજપેયીએ નદીઓને જોડવાની યોજના બનાવી હતી અને આ પ્રોજેક્ટ પૂરો થતાં તેમનું સ્વપ્ન પણ સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ઘાઘરા, સરયુ, રાપ્તી, બાણગંગા અને રોહીન નદીઓને જોડતી 318 કિમી લાંબી મુખ્ય નહેર અને તેની સાથે જોડાયેલ 6 હજાર 600 કિમી લાંબી લિંક કેનાલોનો બનેલ આ નહેર પૂર્વાંચલના નવ જિલ્લાઓને ફાય.દાકારક સાબિત થશે,આ નવ જીલ્લાઓમાં બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, બસ્તી, મહારાજગંજ, સિદ્ધાર્થનગર, સંત કબીર નગર અને ગોરખપુરના સમાવેશ થાય છે.આ નહેરમાંથી  25 થી 30 લાખ ખેડૂતોને આ પાણીનો લાભ મળશે.