Site icon Revoi.in

પીએમ મોદી આજે  11 વાગ્યે  ડિજિટલ માધ્યમથી અમદાવાદ ખાતે આવેલા સરદારધામ ભવનનું લોકાર્પણ  કરશે- કન્યા છાત્રાલયનું કરશે ‘ભૂમિ પૂજન’

Social Share

 

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે અમદાવાદમાં અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે 200 કરોડના ખર્ચે બનેલા સરદારધામ ભવનનું ડિજિટલ માધ્યમથી ઉદ્ઘાટન કરશે. સમગ્ર કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે આ સાથે પીએમ મોદી સરદાર ધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ‘ભૂમિ પૂજન’ પણ કરશે.

આ બાબતને લઈને પીએમઓ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવારનિવેદનમાં જણાવ્યા પ્રમાણે સરદાર ધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગોના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફની દીશામાં સતત કામ કરી રહ્યું છે.

આ સાથે જ  અહીંની કન્યા છાત્રાલયમાં  2 હજાર છોકરીઓ રહી શકે તેવી સુવિધા આપવામાં આવશે, આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે,