Site icon Revoi.in

વડાપ્રધાન મોદી વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીમાં કોરોના વેક્સીન લગાવનાર લોકો સાથે વાતચીત કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાના સંસદીય મત વિસ્તાર ઉત્તર પ્રદેશના વારાણસીમાં કોરોના વેક્સીન લગાવનાર અને તેના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદી બપોરે 1: 15 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. આ દરમિયાન લાભાર્થીઓ વેક્સીનેશનના તેમના અનુભવો વડાપ્રધાન મોદી સાથે શેર કરશે.

વડાપ્રધાન કાર્યાલયથી મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વૈજ્ઞાનિકો, રાજકારણીઓ, અધિકારીઓની સાથે તે લોકો સાથે પણ વાતચીત કરશે. જે વિશ્વના સૌથી મોટા વેક્સીનેશન અભિયાન ચલાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ વીડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાયરસ સામે ભારતની વેક્સીનેશન અભિયાનની શરૂઆત કરી હતી.

સૌથી મોટા વેક્સીનેશન અભિયાનના પ્રથમ તબક્કામાં દેશભરમાં 3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સીન આપવાની છે. વડાપ્રધાન મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં વેક્સીનેશન અભિયાન માટે છ રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સર સુંદરલાલ હોસ્પિટલના સેનિટરી સ્ટાફ રાશીદ ખાનને વારાણસીમાં પ્રથમ વેક્સીન આપવામાં આવી હતી.

ભારતમાં કોરોના સામે બે વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે – કોવિશિલ્ડ અને કોવેક્સીન. જો કે, ઘણા લોકો વેક્સીનની મંજૂરી આપવામાં આવેલ પ્રકિયાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એવામાં પીએમ મોદીનો લાભાર્થીઓ અને વેક્સીન લગાવનાર સાથે વાતચીત કરવાનો કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પીએમ મોદી સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓએ લોકોને વેક્સીન અંગે ફેલાતી અફવાઓને અવગણવાની અપીલ કરી છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને ગુરુવારે કેવિડ -19 વેક્સીન સંબંધિત અફવાઓને લઇને પોસ્ટરો જાહેર કરાયા હતા. આ પોસ્ટરો આરોગ્ય મંત્રાલયે તૈયાર કર્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને આ પોસ્ટરોનો ઉપયોગ કરવા અને અફવાઓ સામે મોટો અભિયાન શરૂ કરવા અપીલ કરી છે.

-દેવાંશી